આગામી 28 ઓગસ્ટ સુધી આનો ઉકેલની આવે તો છોટાઉદેપુર કોંગ્રેસ દ્વારા આંદોલન ની ચીમકી
પાવીજેતપુર તાલુકાના સિહોર પાસે આવેલ બાર જ નદીના પુલ નું હાલ બંધ હોય અને તે વિસ્તારના લોકોને પાવી જતપુર જવા માટે
અને પાવીજેતપુર વિસ્તારના લોકોને બોડેલી જવા માટે ૩૫ થી ૪૦ કિલોમીટર જેટલો ફેરો ફરવાનો વારો આવી રહ્યો છે
છોટાઉદેપુર જિલ્લા ની રીડ ની હડ્ડી સમાન બાર જ નદીનો પુલ છેલ્લા એક મહિનાથી બંધ હોવાથી લોકો ત્રાહિમામ પોકાય ઉઠ્યા છે જેને લઇને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસે જિલ્લા કલેકટરને આવેદન આપી રસ્તો ચાલુ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી અને તારીખ 28 ઓગસ્ટ થી રેલવે સ્ટેશન સામે વન કુટીર પાસે ગાંધી ચીડિયા માર્ગે લોક આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી બાર જ નદીનો સિહોર નો પુલ બંધ થવાથી ખેડૂતો વેપારીઓ અને નોકરિયાતો વિદ્યાર્થીઓ અને જાહેર જનતાને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે જેના વિકલ્પ તરીકે તાત્કાલિક ધોરણે આ પુલ નજીકમાં ડાઈવરજન આપવામાં આવે તેમજ નુકસાન થયેલા પુલનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી છે અને માંગણી નો સંતોષકારક ઉકેલ નહી આવે તો ગાંધીજીએ માર્ગે આંદોલન કરવાની છોટાઉદેપુર કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવી છે
છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાવી જેતપુરના ભારજ નદીના ઉપરના સિહોદ પુલ બાબતે ૨૮-૮-૨૩ સુધી સરકારી તંત્રને અલ્ટીમેટમ આપીને લોક આંદોલનની ચીમકી સાથે આજરોજ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


