લોકાર્પણ દૈનિક ન્યુઝ દ્વારા
અમરેલીના સર્કિટ હાઉસ ખાતે ગાંધીનગરથી પ્રસિદ્ધ થતાં લોકાર્પણ દૈનિક ન્યુઝ દ્વારા અમરેલી જીલ્લાના પત્રકારોના સન્માન સમારોહનું સુંદર આયોજન કરવામા આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પધારેલા લોકાર્પણ દૈનિક તંત્રી ગૌરાંગ પંડ્યા તેમજ સહતંત્રી ભરતસિંહ રાઠોડ સહિત મહાનુભાવોના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામા આવ્યો હતો. ત્યારબાદ અમરેલી જીલ્લા લોકાર્પણ દૈનિક ન્યુઝ નિવાસી તંત્રી પ્રતાપભાઈ વરૂએ લોકાર્પણ દૈનિક ન્યુઝ તંત્રી ગૌરાંગ પંડ્યા તેમજ સહતંત્રી ભરતસિંહ રાઠોડ સહિત મહાનુભાવોનું ફુલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યું હતું. ત્યારબાદ ગૌરાંગ પંડ્યા દ્વારા અમરેલી જીલ્લા લોકાર્પણ દૈનિકના નિવાસી તંત્રી પ્રતાપભાઈ વરૂ તથા રસિકભાઇ વેગડાનું પણ ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
લોકાર્પણ દૈનિકના તંત્રી ગૌરાંગ પંડ્યા દ્વારા પત્રકારત્વક્ષેત્રે આગળ વધો તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથોસાથ તેઓએ પત્રકારીત્વ દરમિયાન વિવિધ અનુભવોના ઉદાહરણ આપી પત્રકારક્ષેત્રે વધુ આગળ વેગ પકડીએ તે માટે અદબોધન આપ્યુ હતું. અને લોકાર્પણ દૈનિક કુલ 7 જીલ્લાઓમાંથી પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યું છે અને વિવિધ જીલ્લા અને તાલુકામાંથી લોકોનો સાથ અને સહકાર મળી રહ્યો છે. ત્યારે અમરેલી જીલ્લા ખાતે સૌ પ્રથમવાર જીલ્લાના પત્રકારોનો ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
આ સમારોહમાં “લોકાર્પણ દૈનિક” ન્યુઝ તરફથી અંબારામભાઇ રાવલ તેમજ દિનેશભાઇ કલાલ સહિત ટીમ દ્વારા જીલ્લાના પત્રકારોને શિલ્ડ, સન્માનપત્ર તેમજ ગીફ્ટ આપી સન્માનિત કરવામા આવ્યાં હતાં. પત્રકારોમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમના અંતે નિવાસી તંત્રી પ્રતાપભાઈ વરૂએ પધારેલ મહાનુભાવો તેમજ પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ તકે લોકાર્પણ દૈનિક તંત્રી ગૌરાંગભાઇ પંડ્યા,
સહતંત્રી ભરતસિંહ રાઠોડ (ગાંધીનગર), દિનેશભાઈ કલાલ (તંત્રી ક્રાઈમ તહેલકા), અંબારામભાઈ રાવલ (તંત્રી પાટણ સંદેશ),
પ્રતાપભાઈ વરુ (નિવાસી તંત્રી લોકાર્પણ દૈનિક ન્યુઝ), રસિકભાઈ વેગડા
(બ્યુરો ચીફ લોકાર્પણ), ભાવેશભાઇ વાઘેલા, કમલેશભાઈ મહેતા (અમરેલી), દીપકભાઈ કનૈયા (બાબરા), કિરીટભાઈ જોટવા (વડીયા), રૂપેશભાઈ રૂપારેલીયા (બગસરા), રસિકભાઈ વેગડા (કુંકાવાવ), અરવિંદભાઈ દવે (ધારી), ઇમરાનખાન પઠાણ (લીલીયા), યોગેશભાઇ ઉનડકટ (સાવરકુંડલા), ધર્મેશ મહેતા તથા મહેશભાઈ વરુ (રાજુલા), ભાવિકભાઇ કલસરિયા (ખાંભા), ડી. ડી. વરુ (લોર) , જુનેદ મનસુરી (ટીંબી) સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન પ્રો. શ્રી અમિતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ : ભાવેશ વાઘેલા અમરેલી


