૭૭માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જૂનાગઢના બીલખા રોડ પરના પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે કરવામાં આવશે. ૧૫મી ઓગસ્ટના આ રાષ્ટ્રીય પર્વમાં રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે સવારે ૯ કલાકે ધ્વજવંદન કરવામાં આવશે. આ તકે તેઓ ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની પ્રજાજનોને શુભકામનોઓ પાઠવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શહેર-જિલ્લાના નાગરિકોને સહભાગી થવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
