જિલ્લા યુવા વિકાસ અધિકારી, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા નવરાત્રી રાસ – ગરબા સ્પર્ધામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૭ સપ્ટેમ્બર
ગાંધીનગર,
રમત – ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી , ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા નવરાત્રી રાસ – ગરબા સ્પર્ધામાં ફોર્મ ભરવાની અંતિમ તારીખઃ૨૭/૦૯/૨૦૨૩ છે. જેમાં પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઈ શકશે . જ્યારે રાસની સ્પર્ધામાં ભાગ લેનારની વય ૧૪ થી ૪૦ વર્ષ સુધીની રહેશે . રાસ તથા પ્રાચીન , અર્વાચીન ગરબાનો સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે . રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા ૧૪ થી ૧૬ રાખી શકાશે . અને સાથે સંગીત,ગાયન વગેરે માટે ચાર વ્યક્તિ રાખી શકાશે. ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ , આધારકાર્ડની નકલ સાથે રાખી તા.૨૭/૦૯/૨૦૨૩ સુધીમાં ક્ચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, છઠ્ઠો માળ, સી વીંગ, સહયોગ સંકુલ, સેકટર-૧૧, પથિકાશ્રમની બાજુમાં, ગાંધીનગર ખાતે રૂબરૂ જમા કરાવવાનું રહેશે. સમય મર્યાદા પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી કચેરી સમય દરમ્યાન મેળવી શકાશે તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

