Gujarat

જીલ્લા કક્ષા સુબ્રટો મુકર્જી ફૂટબોલ સ્પર્ધાનું આયોજન ડોન બોસ્કો હાઇસ્કુલ છોટાઉદેપુરના પટાંગણમાં કરવામાં આવ્યું હતું. 

જીલ્લા કક્ષા સુબ્રટો મુકર્જી ફૂટબોલ સ્પર્ધાનું આયોજન નગરમાં આવેલ ડોન બોસ્કો હાઇસ્કુલ છોટાઉદેપુરના પટાંગણમાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અંડર ફોરટીન -14 ની ત્રણ ટીમો અને અંડર સેવેનટીન -17 ની એક ટીમે ભાગ લીધો હતો. સંસ્થાના વડા અને શાળા ના મેનેજર જોર્જ કાર્લોસ તેમજ આચાર્ય આઈ. પી ડાભી તેમજ શાળાનાં સુપર વાઈઝર શૈલેષ દરજીના વરદ હસ્તે કરવામાં આવ્યું.. આ સ્પર્ધા છોટાઉદેપુર જિલ્લા ના સિનિયર કોચ દિનેશભાઈ ભીલના માર્ગદર્શન હેઠળ કરવામા આવ્યું હતુ , અંડર સેવન ટીન સ્પર્ધા ડોન બોસ્કો છોટાઉદેપુરની ટીમ વજેતા બનેલ છે.. અંડર ફોર્ટીન ની સ્પર્ધામાં ડોન બોસ્કો છોટાઉદેપુર ની ટીમ વિજેતા બનેલ છે.. વિજેતા બનેલ ટીમને સંસ્થાનાં વડા જોર્જ કાર્લોસ આચાર્ય ડાભી તેમજ સુપર વાઈ ઝર દરજી દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી,શાળાનાં શિક્ષકો એ પણ વિજેતા ટીમને શુભેછા પાઠવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230721-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *