Gujarat

સાંસદ ગીતાબેન રાઠવાની અધ્યક્ષતામાં  આજે જીલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે           

આજે તા. ૨૧/૦૬/૨૦૨૩ના રોજ સવારે ૫:૪૫ કલાકે છોટાઉદેપુર ખાતે આવેલા ખુંટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
           આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ મલકાબેન પટેલ, રાજયસભાના સાંસદ નારણભાઇ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા અને સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી ઉપસ્થિત રહેશે.
          નસવાડી તાલુકા કક્ષાનો કાર્યક્રમ એસ.બી.સોલંકી વિદ્યામંદિર, સંખેડા તાલુકાનો કાર્યક્રમ ડી.બી.પારેખ હાઇસ્કૂલ, સંખેડા, બોડેલી તાલુકાનો કાર્યક્રમ ખત્રી વિદ્યાલય, બોડેલી, પાવીજેતપુર તાલુકાનો કાર્યક્રમ સાર્વજનિક હાઇસ્કૂલ, બોડેલી અને કવાંટ તાલુકાનો જન ઉત્થાન સંસ્થા ભેખડિયા ખાતે યોજાશે.
          આ ઉપરાંત છોટાઉદેપુર જીલ્લાના ૭૫ અમૃત સરોવર, છોટાઉદેપુર જીલ્લાના ૭૫ પ્રાકૃતિક ખેતીના સ્થળો પર ખેડૂતો દ્વારા અને નેશનલ એસોસિએશન ઓફ બ્લાઇન્ડ છોટાઉદેપુર ડિસ્ટ્રીકટ બ્રાંચ ખાતે તેમજ છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસન સ્થળો તેમજ આઇકોનિક સ્થળો જેવા કે, સુખી કેમ, વાઘસ્થળ ડુંગર, ઝંડ હનુમાન મંદિર, ઇકો ટુરિઝમ કેવડી, નાની અંબાજી નસવાડી, પંચેશ્વર મંદિર, સંખેડા, છોટીઉમર નર્મદા ખાતે મહારાષ્ટ્ર બોર્ડર પર અને છોઢવાણી મંદિરના સંતો દ્વારા યોગ કરવામાં આવશે એમ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *