Gujarat

બોડેલી તાલુકાના ચાચક  સ્વામિનારાયણ મંદિર ખાતે સાંસદ ગીતાબેન રાઠવા સહિત જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ મનકી બાત કાર્યક્રમ સાંભળ્યો  

જિલ્લા પંચાયતના સદસ્યો અને પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સાથે  સાંભળ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતનો 102મો એપિસોડ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ના ચાચક સ્વામિનારાયણ મંદિર ખાતે સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા પ્રમુખ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો આ દરમિયાન પીએમ મોદી દેશવાસીઓને વિવિધ મુદ્દાઓ પર સંબોધિત કર્યું. અગાઉ 28 મેના રોજ વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમનો 101મો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. પીએમ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધિત કરે છે. પરંતુ આ વખતે પીએમના અમેરિકા પ્રવાસના કારણે આ કાર્યક્રમ પહેલા પ્રસારિત કરવામાં આવ્યો હતો.  3 ઓક્ટોબર, 2014ના રોજ શરૂ થયેલો આ કાર્યક્રમ પીએમ મોદીની સરકારના નાગરિકો સુધી પહોંચવાના કાર્યક્રમનું મુખ્ય સાધન બની ગયું છે.

28 મેના રોજ પ્રસારિત મન કી બાતના 101મા એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનનાં નવા બિલ્ડીંગના ઉદ્ઘાટનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નવી સંસદના ઉદ્ઘાટનનો દિવસ આપણે બધા ભારતીયો માટે અવિસ્મરણીય છે. સંસદની આ નવી ઇમારત ગર્વ અને અપેક્ષાઓથી ભરેલી છે  મન કી બાત કાર્યક્રમમાં પીએમએ કચ્છમાં આવેલું બીપર હોય વાવાઝોડા ને લઈને વાત કરી હતી

પ્રધાનમંત્રી  Narendra Modi  જીના ‘મન કી બાત ‘ કાર્યક્રમની આ વિશિષ્ટ ક્ષણ નવાવિચારના સ્ફુરણ સાથે રાષ્ટ્ર માટે કાર્યપ્રેરણા આપે છે.બોડેલી તાલુકાના ચાચક બુથમા સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો અને પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સાથે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા એ મનકી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

FB_IMG_1687075698153.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *