પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા આજે છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ગામે ગ્રામજનો સાથે મિટિંગ યોજી હતી, જેમાં છોટાઉદેપુર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ વનરાજ કામલીયા, જિલ્લા પંચાયતના સદસ્ય નગીનભાઈ રાઠવા, ગામના આગેવાનો સરપંચ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયત સદસ્ય નગીનભાઈ રાઠવાએ તેજગઢ આઉટપુસ્ટ નું મકાન નવું બનાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. સાથે ગ્રામજનોએ ગામમાં ટ્રાફિકની સમસ્યાને લઈને સ્ટાફ વધારે ફાળવવામાં આવે તેવી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર