છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઇવે નંબર 56 ઉપર છોટાઉદેપુર થી બોડેલી વચ્ચે સિહોદ ગામે ભારજ નદી ઉપર બનેલો પુલ એક મહિના પહેલા નુકશાન થવાને કારણે બેસી જવાથી પુલ ઉપર અવરજવર બંધ કરવામાં આવી હતી અને છોટાઉદેપુર થી બોડેલી અને બોડેલી થી છોટાઉદેપુર તરફ આવવા જવા માટે જેતપુર પાવી વન કુટીર થી રંગલી ચોકડી બાજુથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે .જે ખુબ લાંબુ થાય છે.વધુમા આ રોડ પર રસ્તો સાંકડો હોવાને લીધે તેમજ જેતપુર પાવી અને મોડાસાર ચોકડી બોડેલી આગળ પણ જુના પુલો છે જેને પણ વધારે ભારદારી વાહનો અને અન્ય વાહનો ને કારણે નુકશાન થવાની સંભાવના છે. સિહોદ પુલ ઉપર અવરજવર બંધ થવાથી ખેડૂતો,વેપારીઓ,નોકરિયાતો અને જાહેર જનતાને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે જેના વિકલ્પ તરીકે તાત્કાલિક ધોરણે આ પુલ ની નજીકમાં ડાયવર્ઝન આપવામાં આવે તેમજ નુકશાન થયેલ પુલનું સત્વરે સમારકામ ચાલુ કરવાની માંગણી સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા કલેકટર ને આવેદન આપવામાં આવ્યું હતું .વધુ માં જણાવ્યું હતું કે માંગણીનો સંતોષકારક ઉકેલ કે કાર્યવાહી ના થાય તો તા – 28/08/2023 ના રોજ ગાંધીચિંધ્યા માર્ગે લોક આંદોલન કરવામાં આવશે જેની ગંભીરતા પૂર્વક નોંધ લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી સાથે આવેદન આપવામાં આવ્યું હતું.આ આવેદન પત્ર માં ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધીરેન તિવારી, યુવા કોંગ્રેસના પ્રમુખ વિષ્ણુભાઈ રાઠવા, પાવી જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાજલભાઈ રાઠવા, કોંગ્રેસના આગેવાન જગાભાઈ રાઠવા, છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોમભાઈ રાઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર