Gujarat

દ્વા૨કામાં દૂરદર્શનનો ૯૦ મીટ૨નો જર્જરિત ટાવર તોડી પાડ્યો: દુર્ઘટના ટાળવા વહીવટી તંત્રની સૂચના મુજબ કાર્યવાહી

બિપરજોય ચક્રવાતની અસર દેખાવા લાગી છે ત્યારે દ્વારકા સ્થિત દૂરદર્શનનાં હાઇપાવ૨
ટ્રાન્સમીટ૨નો ટાવર તા. ૧૨ના રોજ ક્ષતિગ્રસ્ત થયો હતો. નેવું મીટર ઉંચો આ ટાવર વાવાઝોડાંને કા૨ણે ધરાશાયી થાય તો
ભારે તારાજી સર્જાવાની શક્યતા હતી. આથી, જીલ્લા વહીવટી તંત્રે મામલતદા૨શ્રી મા૨ફત આ ક્ષતિગ્રસ્ત ટાવરને તાત્કાલિક
ઉતારી લેવા વિનંતી કરી હતી.
આકાશવાણી-રાજકોટના ઉપમહાનિર્દેશક શ્રી ૨મેશચંદ્રે તાત્કાલિક દિલ્હી સ્થિત ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરીને આ ટાવરને
તોડી પાડવા મંજૂરી માંગી હતી. પ્રસારભારતીના સીઇઓ શ્રી ગૌરવ દ્વિવેદીએ તત્કાળ મંજૂરી આપતાં તા. ૧૩ સવા૨થી જ
શ્રી ૨મેશચંદ્ર ઉપરાંત ઉપ નિર્દેશક પ્રવીણ ભંખોડિયા, સહાયક ઇજનેર
દિવાકર ચોરસિયા સહિતની ટીમ દ્વારકા પહોંચી હતી અને ટાવરને તોડવાની કામગીરી શરૂ કરાવી હતી.
દ્વારકાના દરિયા કિનારે પ્રતિકૂળ પરિસ્થતિની વચ્ચે ટાવરને તોડી પાડવાની કાર્યવાહી સુપેરે પૂર્ણ કરી દેવામાં આવી છે. આમ,
બીપો૨જોય ચક્રવાતની અસ૨થી નેવું મીટરના વિશાળકાય ટાવરને ધરાશાયી થવા દેવાને બદલે સમયસર તોડી પાડીને પ્રસારભારતીએ દુર્ઘટના નિવારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *