અમદાવાદ
રાજ્યમાં હનીટ્રેપના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે. સ્વરુપવાન યુવતીઓ પોતાની મોહજાળમાં યુવકોને ફસાવી મોકી રકમ પડાવી લેશે. આવો જ કિસ્સો સામે આવ્યો છે આણંદના ઉમરેઠમાં. અહીં એક ડોક્ટર હનીટ્રેપની જાળમાં ફસાયો છે. હનીટ્રેપમાં ફસાયેલા ડોક્ટર પાસે અમદાવાદની યુવતી અને તેના સાગરીતોએ ૫૦ લાખની માંગણી કરી હતી. આ કિસ્સા અંગે સામે આવેલી વિગતો અનુસાર અમદાવાદની યુવતી સારવારના બહાને હોસ્પિટલમાં આવી હતી. જે બાદ ઉમરેઠના ડોક્ટરના સાથે પ્રેમ ભરી વાતો કરવા લાગી. આમ ડોક્ટર યુવતીની જાળમાં ફસાઈ ગયા. ડોક્ટરના ઘરે કોઈ ન હોવાથી યુવતી ડોક્ટર સાથે તેમના ઘરે પહોંચી હતી. ડોક્ટર અને યુવતી વાત વાતમાં બેડરૂમ સુધી પહોંચી ગયા હતા. જાે કે, ત્યાં જ એકાએક પાંચ યુવાનો અને એક યુવતી આવી જતા આ લોકોએ ડોક્ટર પર યુવતી સાથે બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. આરોપ બાદ પાંચ યુવક અને યુવતીએ ૫૦ લાખની માંગણી કરી હતી. જે બાદ ઉમરેઠના ડોક્ટર પ્રિયંક બેન્કરે અમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હવે આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


