Gujarat

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વિસ્તરણ શિક્ષણ નિયામક તરીકેનો ચાર્જ સંભાળતા ડો. નરેન્દ્ર બી. જાદવ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિસ્તરણ શિક્ષણ નિયામક તરીકેનો ચાર્જ ડો.નરેન્દ્ર બી. જાદવ સોપવામાંઆવેલછે.ડો. એન. બી. જાદવ તા. ૧૮ ઓગસ્ટ, ૨૦૦૬ થી વિષય નિષ્ણાત (કે.વી.કે.), જામનગરથી પોતાની કારકિર્દી ચાલુ કરેલ. તેઓએ કે.વી.કે.ના હેડ તરીકે ૨૦૧૨ થી ચાર્જ સંભાળ્યો હતો.  તે ઉપરાંત વિસ્તરણ શિક્ષણ વિભાગના વડા તરીકે હાલ દિન સુધી ચાર્જ સંભાળેલ છે. તેઓએકૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પીપળીયાનેસંપૂર્ણ કાર્યરત કરવામાં અગત્યનો ભાગ ભજવેલ છે. આ ઉપરાંત ખેડૂતલક્ષી જુદા-જુદા કાર્યક્રમો, તાલીમો, સેમીનારો, નિદર્શનો, મેળાઓવગેરે દ્વારા કૃષિ યુનિવર્સિટીએ વિકસાવેલ નવીનતમ ટેકનોલોજીને ખેડૂતો સુધી પહોચાડી ખેડૂતની આવકમાં વધારો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેમણેરાજ્ય તેમજ રાષ્ટ્રીય લેવલના અલગ અલગ ૧૦ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.  જેમાં બેસ્ટ  ટીચર્સ એવોર્ડ્સ, બેસ્ટએક્સટેન્શન સાઈન્ટીસ્ટ એવોર્ડ્સ, બેસ્ટકે.વી.કે. સાઈન્ટીસ્ટ એવોર્ડ્સ જેવા અનેક એવોર્ડ્સ મેળવેલ  છે.

આ ઉપરાંત ૪૦ જેટલા રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સેમિનારમાં ભાગ લીધેલ તેમજ સંશોધન પત્રો રજુ કર્યા છે.  તેઓએ ૧૦ એમએસસી વિદ્યાર્થી, ૩ પીએચડી વિદ્યાર્થી ને ગાઈડ તરીકે માર્ગદર્શિત કરેલ છે. તે ઉપરાંત ૪૮ જેટલા નેશનલઅને ઇન્ટરનેશનલ રીસર્ચ પેપરો તેમજ૨ બૂક પણ લખી છે. .તેમની આ ઉમદા કામગીરી તેમજ બહોળા અનુભવને ધ્યાને રાખી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિસ્તરણ શિક્ષણ નિયામક તરીકેનો ચાર્જ સોપવામાંઆવેલછે.આ પ્રસંગે કુલપતિશ્રી ડો.વી.પી.ચોવટીયા તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કર્મચારીઓ/અધિકારીશ્રીઓ, વિધાર્થીઓ અને ખેડૂત વર્ગે ડો,એન. બી.જાદવને શુભેચ્છાઓ પાઠવેલ છે.

dr-jadav.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *