International

રશિયામાં ડ્રોન હુમલા, એરપોર્ટ પર હુમલો, બે રશિયન લશ્કરી વિમાનોને નુકસાન

પ્સકોવ-રશિયા
રશિયામાં બુધવારે ફરી એકવાર મોટો ડ્રોન હુમલો થયો છે. રશિયન સમાચાર એજન્સી અનુસાર, ઉત્તર-પશ્ચિમ રશિયન શહેર પ્સકોવ સ્થિત એરપોર્ટ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે, જેમાં રશિયન સેનાના બે લશ્કરી વિમાનોને નુકસાન થયું છે. આ ડ્રોન હુમલાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. અધિકારીઓએ કહ્યું છે કે એરપોર્ટ પર ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. આમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પ્સકોવના સ્થાનિક ગવર્નર મિખાઇલ વેડેર્નિકોવ, જેમણે કહ્યું કે તેઓ હુમલા વખતે એરપોર્ટ પર હાજર હતા. તેણે આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં જાેઈ શકાય છે કે એરપોર્ટ પરથી ઉંચી જ્વાળાઓ નીકળી રહી છે. વેડેર્નિકોવે જણાવ્યું કે હુમલાથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી. પ્સકોવ ખરેખર યુક્રેનથી ૬૦૦ કિમી કરતાં વધુના અંતરે સ્થિત છે આ શહેર એસ્ટોનિયાની સરહદની નજીક આવેલું છે. રશિયન એરપોર્ટ પર થયેલા હુમલાની જવાબદારી યુક્રેને લીધી નથી. પરંતુ, છેલ્લા કેટલાક અઠવાડિયાથી એવું માનવામાં આવે છે કે રશિયા પર હુમલા માટે યુક્રેને વિસ્ફોટક ડ્રોનનો ઉપયોગ વધાર્યો છે. આ હુમલા અંગે રશિયાના સંરક્ષણ મંત્રાલય તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. વેડેર્નિકોવે લખ્યું, “એરપોર્ટના રનવે પર થયેલા હુમલાથી નુકસાનનો અંદાજ ન આવે ત્યાં સુધી તમામ ફ્લાઈટ્‌સ રદ કરી દેવામાં આવી છે.” સરકારી સમાચાર એજન્સી ્‌છજીજી અનુસાર, આ ડ્રોન હુમલામાં ચાર ઇલ્યુશિન ૈંન્-૭૬ ભારે પરિવહનને નુકસાન થયું છે. રશિયા પર આ પહેલો ડ્રોન હુમલો નથી. મે મહિનામાં પણ પ્સકોવના ઘણા વિસ્તારોમાં ડ્રોન હુમલા થયા છે. રશિયાની રાજધાની મોસ્કો સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં ગયા અઠવાડિયે યુક્રેનિયન ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જાે કે, મોસ્કો તરફથી પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી. તેણે કાળા સમુદ્રમાં સ્થિત યુક્રેનના ૫૦ સૈનિકોને મારી નાખ્યા હતા.

Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *