બિપરજોય વાવાઝોડા ના કરણે યાત્રાધામ અંબાજી માં સતત પડી રહેલા ભારે વરસાદના લીધે નુકશાન સર્જાયું છે. ત્યારે અમુક કાચા મકાનો પણ ધરાશાઈ જોવા મળ્યા હતા. પતરા અને છેડવાળા કાચા મકાન માં રહેનારા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ત્યારે તેમના ઘરવખરી ના સામાન્ ને નુકસાન સર્જાયું છે. સતત વરસી રહેલા ભારે વરસાદના લીધે કાચા છાપરાઓ સહિત ઝાડો ને પણ નુકસાન સર્જાયું છે. ત્યારે અમુક જગ્યાએ મોટા વૃક્ષો પણ તેજ પવન અને ભારે વરસાદના લીધે ધરાશાઈ થયા છે. સતત વરસી રહેલા વરસાદના લીધે જૂની કોર્ટેજ હોસ્પિટલની દિવાર પણ ધરાશાઈ થઈ છે. તો હજી સુધી કોઈપણ જાનહાની સર્જાઈ નથી તે એક સારા સમાચાર છે.
*બોક્સ..*
*બિપરજોય વાવાઝોડા ના કરણે સતત વરસતા વરસાદના લીધે નદી નાળાઓ મા આવ્યા નવા નીર*
બિપરજોય વાવાઝોડા ના કારણે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ભારી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને લઈને બનાસકાંઠા જિલ્લા તંત્ર દ્વારા તકેદારી ના ભાગરૂપે જિલ્લામાં આવતા તમામ ગામોને સલામતી અને સાચવેથી ના ભાગરૂપે સલામતી રાખવા અપીલ પણ કરવામાં આવી છે.અને જરૂરત લોકો સુધી તમામ સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ ગઈ રાત્રે થી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને અનેકો ગામો સહિત તાલુકા મા આવેલી નદી નાલાઓ મા નવા નિર્ ની આવક જોવા મળી રહી છે.
*બોક્સ..*
*ભારી વરસાદ વચ્ચે છાપરી ચેકપોસ્ટ પર પોલીસ જવાનો ખડે પગે*
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે ગુજરાત અને રાજસ્થાનને જોડતી છાપરી ચેકપોસ્ટ પર પોલીસ કર્મીઓ ભારે વરસાદમાં પણ પોતાનો ફરજ બજાવી રહ્યા છે અને સતત મોનેટરીંગ અને ચેકપોસ્ટ થી આવતા જતા વાહનોને ને ચેકિંગ કરી રહ્યા છે. અંબાજી નજીક આવેલી સરદ છાપરી ચેકપોસ્ટ પર તૈનાત પુલીસ જવાનો પોતાના ફરજ ન લઈ ભારે વરસાદમાં પણ વાહનો અને સુરક્ષા ને ધ્યાને રાખી પોતાનો ફરજ બજાવી રહ્યા છે. છાપરી ચેકપોસ્ટ પર હાલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પોલીસ જવાનો ખડપગે પોતાનો ફરજ નિભાવી રહ્યા છે. તો સાથે સાથે અંબાજી અને આજુબાજુ વિસ્તારમાં પડી ગયેલા વૃક્ષો , રસ્તાઓ વચ્ચે આવેલા ભેખડાઓ અને તૂટેલા વીજ પોલો ને હટાવાની સુંદર કામગીરી પણ અંબાજી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


