બોડેલી થી પાવીજેતપુર વચ્ચેની જે મુખ્ય હાઇવે પર ની અવરજવર બંધ થવાના કારણે હાઇવે પરના ગામો તથા પાવીજેતપુરના કેટલાક ધંધા રોજગાર વાળા ને ભારે અસરનો સામનો કરવો પડે છે લોકવાયકા એવી જોર પકડી છે કે હાઇવે પર આવેલ ધાબાઓ ના કારીગરો પણ ઘરે જતા રહ્યા છે કેમકે કારીગરોને કોઈપણ જાતની ઘરાકી ન હોવાથી ધાબા માલિક પર બોજ સમાન લાગતું હતું જેથી કરી તેઓ હાલ પૂરતા પોતાના ઘરે પરત ગયા
અને હાઇવે પર સાધનોની અવર-જવરના ઓછી થવાના કારણે જે ધંધા રોજગાર હતા તે પણ ઠપ થયા છે રોજિંદા હજારો લોકો લજગરી, તુફાન ગાડી, અન્ય બીજા પ્રાઇવેટ વાહનોમાં છોટાઉદેપુર તથા મધ્યપ્રદેશ બાજુ અને મધ્યપ્રદેશ થી વડોદરા તરફ અવર-જવર કરતા હતા જેને લઇ રોડ ઉપરના ગામોમાં રોજગારી ઊભી થતી હતી જેથી કરીને હાલ તે અવરજવર બંધ થવાથી ધંધા રોજગારમાં ભારે નુકસાની નો સામનો કરવો પડે છે
એટલે વહેલી તકે આ પુલ કામ પૂર્ણ થાય તેવી લોકમાંગ ઉઠી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


