Delhi

વર્ષ ૨૦૨૪માં યોજાનાર IPLના શેડ્યૂલને લઇ અપડેટ, મ્ઝ્રઝ્રૈં પણ મૂંઝવણમાં છે આ કારણે

નવીદિલ્હી
ભારતમાં રમાતી સૌથી લોકપ્રિય ટી-૨૦ ટૂર્નામેન્ટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બીસીસીઆઇ દ્વારા આયોજિત થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (ૈંઁન્)ની આગામી સિઝન ભારતની બહાર યોજાઈ શકે છે. સમાચારોનું માનીએ તો ખાસ કારણોસર વિદેશમાં ટૂર્નામેન્ટના આયોજન માટે સમજૂતી થઈ શકે છે. વર્ષ ૨૦૨૪માં યોજાનારી ઈન્ડિયન પ્રીમિયર લીગના શેડ્યૂલમાં ફેરફાર થવાની સંભાવના છે. વર્ષ ૨૦૨૪માં રમાનારો ૈંઝ્રઝ્ર ્‌૨૦ વર્લ્ડ કપ ૪ જૂનથી રમાશે. મળતી માહિતી મુજબ આગામી વર્ષની આઇપીએલ ૨૨ માર્ચથી ૧૯ મે વચ્ચે રમાવાનીની યોજના છે. મ્ઝ્રઝ્રૈં માટે મે મહિનામાં તેને પૂર્ણ કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે. આ મહિનાઓમાં સામાન્ય ચૂંટણીના અનેક તબક્કાઓ યોજાશે. આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવું મુશ્કેલ બની શકે છે. બીસીસીઆઈના અધિકારીએ ૈંહજૈઙ્ઘીજીॅર્િંને કહ્યું, હા, અમે આવતા વર્ષે આઈપીએલના આયોજનમાં આવનારી મુશ્કેલીઓથી વાકેફ છીએ. અમારે ઈંગ્લેન્ડ સામે શ્રેણી યોજવાની છે અને તે પછી સામાન્ય ચૂંટણી છે. ત્યારબાદ જૂનમાં વર્લ્ડ કપ યોજાવાનો છે. પરંતુ અત્યારે કંઈપણ પ્લાન કરવું ખૂબ જ વહેલું ગણાશે. અમારું ધ્યાન ઓક્ટોબરમાં ભારતમાં યોજાનાર વર્લ્ડ કપનું સફળતાપૂર્વક આયોજન કરવા પર છે. ડિસેમ્બર-જાન્યુઆરી સુધી જ કોઈ પણ બાબતે ર્નિણય લઈ શકાય. આઈપીએલની છેલ્લી સિઝન ૩૧ માર્ચથી ૨૯ એપ્રિલ દરમિયાન યોજાવાની હતી. ૈંઝ્રઝ્ર ટી-૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇ એ થોડા દિવસો પહેલા ટૂર્નામેન્ટ પૂર્ણ કરવાનો ર્નિણય લીધો હતો. મોટી ઈવેન્ટને કારણે ટુર્નામેન્ટ ટૂંકી કરવામાં આવી હતી. બીસીસીઆઇ એ તેને ૫૮-દિવસની વિન્ડોમાં યોજવાનું આયોજન કર્યું હતું. પરંતુ આઇસીસી વર્લ્ડ કપના બે અઠવાડિયા પહેલા ઇચ્છતું હતું, તેથી જ આઇપીએલ ૨૦૨૩ની ફાઇનલ ૧૯ મેના રોજ યોજવામાં આવી હતી.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *