Gujarat

દિવસ દરમિયાન બંધ મકાનોના તાળા તોડી ઘરફોડ ચોરી કરતા ઇસમને રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ કિં.રૂ.૨,૧૩,૩૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, નવ ઘરફોડ ચોરીના ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દમાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા મિલકત વિરૂધ્ધના ગુનાઓ આચરતા અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને ગઇ કાલ તા.૧૮/૦૬/૨૦૨૩ નાં રોજ અમરેલી સીટી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી તેમજ ટેકનીકલ સોર્સ આધારે હકિકત મળેલ કે અમરેલી – લાઠી રોડ, એસ.ટી. ડીવીઝન પાસેથી એક શંકાસ્પદ ઇસમને સોનાના દાગીના તથા રોકડા રૂપિયા સાથે પકડી પાડી, મજકુર ઇરામની સઘન પુછ પરછ કરતા તેને અલગ અલગ જગ્યાથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા, પકડાયેલ આરોપી તથા મુદ્દામ લ આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
મુકેશભાઈ ઉર્ફે દડુ ઉર્ફે ભરત દિનેશભાઇ વાઘેલા, ઉ.૫.૩૨, રહે.મૂળ મહુવા, રેલ્વે સ્ટેશન, વીટીનગર, ખુલ્લા
મેદાનમાં, તા.મહુવા, જિ.ભાવનગર, હાલ રહે,અમરેલી,લાઠી રોડ, ગુરૂદત્ત પેટ્રોલ પંપ પાસે, ફુટપાથ ઉપર, તા.જિ.અમરેલી
આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ –
(૧) રોકડા રૂ.૭૮,૦૦૦/-
(૨) એક સોનાનો ઢાળીયો, વજન ૩૦.૦૮૦ ગ્રામ જેની કિ.રૂ.૧,૧૩,૭૫૦/-
(૩) એક સોનાની ટોપરી, વજન ૧,૧૦૦ ગ્રામ જેની કિ.રૂ.૫, ૨૦૦/-
(૪) એક જોડી ચાંદીના છડા, વજન ૪૪.૦૦ ગ્રામ જેની કિ.રૂ.૧૪૦૦/-
(૫) એક રીયલમી કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૧૩,૩૫૦/- નો
મુદ્દામાલ.
પકડાયેલ આરોપીએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ-
પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં, પોતે નીચે મુજબની ઘરફોડ ચોરીના ગુનાઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે.
(૧) આજથી આઠેક દિવસ પહેલા અમરેલી, હનુમાન પરા રોડ ઉપર, સ્કુલની બાજુમાં મહાદેવના મંદિરની બાજુમાં આવેલ બંધ મકાનમાં દિવાલ કુદી, મકાનના દરવાજાના નકુચા તોડી, અંદર જઈ કબાટમાંથી સોનાનું મંગળસુત્ર તથા રોકડા રૂપિયા ૭૫,૦૦૦/- ની ચોરી કરેલ, જે અંગે ખાત્રી કરતા અમરેલી સીટી પો.સ્ટે, એ પાર્ટ
ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૩૬૬/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબ રજી. થયેલ છે.
(૨) આજથી આશરે પંદર દિવસ પહેલા પોતે તથા પોતાના સાળા સાથે મળી અમરેલી, હનુમાનપરામાં એક બંધ મકાનની દિવાલ કુદી, અંદર જઇ, રૂમના તાળા તોડી, કબાટમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા તથા મોબાઇલ ફોનની ચોરી કરેલ, જે અંગે ખાત્રી કરતા અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૩૫૨ /૨૦૨૩ આઈ.પી.સી. કલમ ૩૮૦, ૪૫૪ મુજબ રજી. થયેલ છે.
(૩) આજથી દોઢ મહિના પહેલા રાજુલા તાલુકાના વિક્ટર સામે બે અલગ અલગ બંઘ મકાનમાંથી રોકડા રૂપિયા
૩૦,૦૦૦/- ની ચોરી કરેલ. (૪) આજથી ત્રણ મહિના પહેલા સાવરકુંડલા, મણીનગરમાં એક બંધ મકાનમાંથી રોકડા રૂપિયા ૨૦,૦૦૦/-ની ચોરી
કરેલ.
(૫) આજથી ત્રણ ચાર મહિના પહેલા સાવરકુંડલાના જાબુડા ગામે એક બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી, ઘરમાં.ઓસીકાના કવરમાંથી રોકડા રૂપિયા ૨,૫૦,૦૦૦/-ની ચોરી કરેલ,
(૬) આજથી ચારેક મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના વણોટ ગામે એક બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં અનાજ ભરવાની પેટીનુ તાળુ તોડી, સોનાના દાગીના તથા રોકડા રૂપિયા ૪૦૦૦/- ની ચોરી કરેલ. જે અંગે ખાત્રી કરતા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૩૦૦૪૧/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૪૫૪,
૩૮૦ મુજબ ગુનો રજી. થયેલ છે.
(૭) આજથી ચારેક મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના ધજડી ગામે એક બંઘ મકાનના દરવાજામાં મારેલ તાળાનો
નકુચો તોડી, ઘરમાં થેલામાં રાખેલ રોકડા રૂપિયા ૧,૪૫,૦૦૦/-ની ચોરી કરેલ. જે અંગે ખાત્રી કરતા સાવરકુંડલા
રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૩૦૦૩૬/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો રજી. થયેલ છે.
(૮) આજથી ચારેક મહિના પહેલા રાજુલા તાલુકાના મોટી ખેરાળી ગામે એક બંધ મકાનની દિવાલ ટપી, રૂમમાં મારેલ
તાળા તોડી રૂમમાં રહેલ કબાટનો તરવાજો તોડી લોકરમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા ૧,૧૫,૦૦૦/-
ની ચોરી કરેલ, જે અંગે ખાત્રી કરતા રાજુલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૩૦૦૬૫/૨૦૨૩.આઇ.પી.સી. કલમ ૪૫૪, ૩૮૦ મુજબ ગુનો રજી. થયેલ છે.
(૯) આજથી આંઠેક મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના જાબુડા ગામે એક બંધ મકાનના રૂમનો દરવાજાનું તાળુ તોડી,
ઘરમાં પટાસનું તાળુ તોડી રોકડા રૂ.૩,૦૦,૦૦૦/- તથા સોનાના ચાંદીના દાગીનાની ચોરી કરેલ. જે અંગે ખાત્રી.કરતા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૨૦૬૧૯/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૪૫૪,
૩૮૦ મુજબ ગુનો રજી. થયેલ છે.
પકડાયેલ આરોપી મુકેશ ઉર્ફે દડુ ઉર્ફે ભરતનો ગુનાહિત ઇતિયાસઃ-
પકડાયેલ આરોપી મુકેશ ઉર્ફે દડુ ઉર્ફ ભરત દિનેશભાઇ વાધેલા નીચે મુજબના ઘરફોડ ચોરીઓના ગુનામાં પકડાયેલ છે. (૧) ભરતનગર પો.સ્ટે.(ભાવનગર) એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૮૨૧૧૩૯૨/૨૦૨૧, આઇ.પી.સી. કલમ ૪૫૪,
૪૫૬, ૩૮૦ મુજબ,
(૨) ગંગાજળીયા પો.સ્ટે. (ભાવનગર) એ પાર્ટ ગુ.ર.ન.૧૧૧૯૮૦૧૧૨૧૧૬૦૩/૨૦૨૧, આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦ મુજબ, (૩) ગંગાજળીયા પો.સ્ટે. (ભાવનગર) એ પાર્ટ ગુ.ર.ન.૧૧૧૯૮૦૧૧૨૧૧૬૬૮/૨૦૨૧, આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦ મુજબ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઈ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઈ. ભગવાનભાઈ બીલ, જિગ્નેશભાઈ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ તથા પો.હેડ કોન્સ. કિશનભાઇ આસોદરીયા, નિકુલસિંહ રાઠોડ તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG20230619123341_01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *