દ્વારકા
બિપરજાેય વાવાઝોડાને લઈ તમામ દરિયામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. જેની વચ્ચે દ્વારકા મંદિર એક દિવસ માટે બંધ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. મંદિરે આવતા ભક્તોના જાનમાલને નુકશાન નહીં થાય તેને ધ્યાને રાખી આ ર્નિણયા લેવામાં આવ્યો છે. મહત્વનુ છે કે, હાલમાં જ દ્વારકાના જગત મંદિર પરની ધ્વજા ક્ષતિગ્રસ્ત થઇ હોવાની માહિતી સામે આવી છે. શિખર પર લહેરાતી ધ્વજા ક્ષતિગ્રસ્ત થઇ છે. હાલમાં બિપરજાેય વાવાઝોડાના સંકટના પગલે ખૂબ જ તેજ પવન ફુંકાઇ રહ્યો છે. ત્યારે તેજ પવન અને વરસાદના કારણે મંદિરના શિખર પર ધ્વજા ચઢી નથી. પૌરાણિક માન્યતા મુજબ ધ્વજા ખંડિત થાય તે કોઈ મહત્વનું સૂચન હોય શકે છે.અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત ‘બિપરજાેય’ હવે અતિપ્રચંડ બની રહ્યું છે. ત્યારે આવી મુશ્કેલ સ્થિતિમાં જગતનો નાથ કાળીયો ઠાકર આ સંકટને ટાળશે તેવી લોકોની શ્રદ્ધા રહેલી છે. જ્યારે જ્યારે ગુજરાત પર કોઈ કુદરતી આફત આવી, ત્યારે ત્યારે જગતમંદિર ઉપર બે ધજા ચડાવવામાં આવી છે. ગઈકાલે વાવાઝોડાને પહોંચી વળવા જગતમંદિરના શિખર પર બે ધજા ચઢાવવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિર ઉપર સલામતીના કારણે જૂની ધજાને એમજ રાખી નીચે બીજી ધજા ચઢાવાય છે.


