રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવનાર છે. તેઓ તા.૧૫-૭-૨૦૨૩ના રોજ બપોરે ૪ કલાકે કેશોદ ખાતેના કેવદ્રા રોડ પરની ન્યુ એરા પ્રોફેસર એકેડેમીમાં ઈ-લોકાર્પણ -ખાતમુહૂર્ત તથા શ્રી અન્ન મીલેટ્સ વાનગી સ્પર્ધાનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
