Gujarat

મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઈ-શ્રમ કાર્ડ, સન્માન અને મંજૂરી હુકમ વિતરણ કરાયા

જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત શ્રીમતી જે.એન ભાટુ કોલેજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયાના અધ્યક્ષ સ્થાને મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓને સરકારી યોજનાસ્વ-રક્ષણ સહિતની માહિતી આપવામાં આવી હતી તથા મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઈ-શ્રમકાર્ડસન્માનમંજૂરી હુકમ વિતરણ કરવામાં આવ્ય હતા.

જૂનાગઢ શહેરના વાડલા ફાટક પાસે આવેલ શ્રીમતિ જે.એન.ભાટુ કોલેજ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નારી ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાલંબનની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શાંતાબેન ખટારીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. પ્રમુખ શ્રીમતિ શાંતાબેને  માહિતી આપતા જણાવ્યું હતું કેસરકાર દીકરીઓને પગ ભર કરવા સક્ષમ છે. દીકરીઓ ભણી ગણીને આગળ વધો અને દેશનું નામ રોશન કરો તેમજ સરકારી યોજનાઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

મેયર શ્રીમતી ગીતાબેન પરમાર એ જણાવ્યું હતું કેસરકાર દ્વારા વિધવા સહાયવૃદ્ધ પેન્શન યોજના અંગે તેમજ નારી તું નારાયણીનારી દેશની શક્તિ છે તે સહિતની માહિતી આપી હતી.

જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા એ જણાવ્યું હતું કેદરેક દીકરીઓને સક્ષમ થવાની જરૂર છે. કોઈપણ વાતનો ડર રાખ્યા વગર આગળ વધવા જાણકારી સાથે સરકારી યોજના અંગે માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં મહિલાલક્ષી યોજનાઓની માહિતીમહિલા આઈટીઆઈની માહિતીજિલ્લા રોજગાર કચેરી અંગેની માહિતીસ્વરોજગારલક્ષી તાલીમ અને આરસેટી ભવનની માહિતી તેમજ જિલ્લા ઉદ્યોગ સાહસિકતા અંગે બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. તે ઉપરાંત મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઈ-શ્રમકાર્ડસન્માનમંજૂરી હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા અને અંતે નાટક રજૂ કરી મહિલા સ્વાવલંબન અંગે જાણકારી આપવામાં આવી હતી.

આ તકે સહકારી દૂધ મંડળીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયાકોલેજના ટ્રસ્ટી જગમલભાઈ વીંછીમેગેજીંગ ટ્રસ્ટી લખમણભાઈ પીઠીયાજિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરદહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી(મનપા)એન.જી.વારસુરદહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી(ગ્રામ્ય) બી.ડી.ભાડએસબીઆઇ આરસેટીના ડાયરેક્ટરજૂનાગઢ  લીડ બેંકના મેનેજરજિલ્લા રોજગાર અધિકારીશ્રમ અને રોજગાર અધિકારીમહિલા આઈ.ટી.આઈ.ના પ્રિન્સિપાલ તથા કોલેજના પ્રિન્સિપાલ, સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.  

mahila-svavlamban-utsav2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *