રાજકોટ
તહેવારો આવતા પહેલા ફરી એક વાર તેલના ભાવમાં આગ ઝરતી તેજી જાેવા મળી રહી છે. સિંગતેલના ભાવમાં રૂપિયા ૪૦નો વધારો થયો છે. એક મહિનામાં સિંગતેલના ભાવમાં રૂપિયા ૫૦૦નો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ હવે રૂપિયા ૩૧૦૦ પર પહોંચી ગયો છે. ત્યારે કપાસિયા અને પામોલિન તેલના ભાવ પણ વધ્યા છે. કપાસિયા તેલના ભાવમાં રૂપિયા ૭૦નો વધારો થતા કપાસિયાનો ભાવ ૧૭૦૦થી ૧૭૫૦ સુધી પહોંચ્યો છે. તેમજ પામોલિન તેલમાં રૂપિયા ૩૦થી ૪૦નો વધારો થતા ૧૪૫૦ પર પહોંચ્યો છે. જાે કે વેપારીઓનું કહેવું છે, કે માર્કેટમાં મગફળીની અછત થઇ હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થયો છે. તો ગૃહિણીઓ અને સામાન્ય લોકોને ફરી એક વાર મોંઘવારીનો માર સહેવાનો વારો આવ્યો છે.


