Gujarat

શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવ્યો

રાજ્યના આદિજાતી વિભાગ, પ્રાથમિક , માધ્યમિક અને પ્રોઢ શિક્ષન વિભાગના મંત્રી કુબેર ડિંડોર આજે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની રાયછા, સિહાદા અને પાનવડ ગામની પ્રાથમિક શાળાઓમાં બાળ વાટિકા અને પ્રથમ ધોરણમાં પ્રવેશ પામનાર બાળકોનું નામાંકન કરાવ્યું હતું. કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી અને તત્કાલીન મુખ્મંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ શાળા પ્રવેશોત્સવ અને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ના કારણે રાજ્યમાં શિક્ષનનું સ્તર ઊંચું આવ્યું છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટી ગયો છે. સરકારની શિક્ષણ નીતિ ના કારણે છેવાડાના ગામોના બાળકોનું ભવિષ્ય ઊજળું થઈ રહ્યું છે. રાયછા ગામની શાળાના બે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શિષ્યવૃત્તિ માટે પસંદગી પામ્યા હોવાનું ઉદાહરણ આપી રાજ્ય માં શિક્ષણનું સ્તર ઊંચું આવતું હોવાનું જણાવ્યું હતું. મંત્રી કુબેર દિંડોરે નાના ભૂલકાઓને પોતાના ખોળામાં લઈ પ્રેવશ આપાવ્યા બાદ આદિવાસીઓ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપી હતી. વધુમાં રાજ્યના શિક્ષણ માટે સરકાર દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના અભિગમને સરાહના કરી હતી,કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી સાથે ઘારાસભ્ય જ્યંતિભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા શિક્ષણ અધિકારી ઈમરણભાઇ સોની સહિતના શિક્ષકો અને ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230613_085458.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *