Gujarat

એકલવ્ય ગ્રૂપ ઓફ કોલેજીસ કલારાણી),મદદનીશ નિયામક રોજગાર (વડોદરા) તથા રોજગાર કચેરી, છોટાઉદેપુર સંયુક્ત ઉપક્રમે વિદેશ રોજગાર અને અભ્યાસ તથા અગ્નિવીર વાયુ અંગે સેમીનાર યોજાયો.

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી સંલગ્ન અને ચંદ્રમૌલિ ફાઉન્ડેશન સંચાલિત જેતપુર પાવી તાલુકાના કલારાણી ખાતે સ્થિત એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ, મદદનીશ નિયામક રોજગાર (વડોદરા) તથા રોજગાર કચેરી, છોટાઉદેપુર સંયુક્ત ઉપક્રમે વિદેશ રોજગાર અને અભ્યાસ અગ્નિવીર વાયુ માટે સેમીનાર યોજાયો હતો.
જેમાં ગોવિંદ ગુરુ યુનિવર્સીટીના ઈ.સી મેમ્બર, છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ, એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસના મેનેજીંગ ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ રાઠવા,આચાર્ય રધુભાઈ,મદદનીશ નિયામક રોજગાર કચેરી (વડોદરા) માંથી ઓવરસીસ કાઉન્સેલર અંજુબેન પટેલ, જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર માંથી પ્લેસમેન્ટ ઓફિસર અનિલકુમાર રાઠવા અને વિ.જી ઓફિસર રઘુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા, જેમાં ઉપેન્દ્રભાઈ રાઠવા એ સરકાર દ્વારા ચાલતા વિદેશ રોજગાર માટે અવર્નેશ પ્રોગ્રામ અનુરૂપ માહિતી આપી. તથા અંજુબેન પટેલ એ વિદેશમાં રહેલ રોજગારીની તકો તથા પાસપોર્ટ અને વિઝા કેવી રીતે કઢાવવા તે અંગેની માહિતી વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડી. ત્યાર બાદ પ્લેસમેન્ટ ઓફિસર અનીલ રાઠવા દ્વારા અગ્નિવીર વાયું હાલ કાર્યરત ભરતી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું. વિજી ઓફિસર રઘુભાઈ રાઠવા દ્રારા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા આવનારી વિવિધ વિભાગોની સરકારી ભરતી અને રોજગાર કચેરી દ્રારા ચાલતી વિવિધ પ્રવૃત્તિ અને અનુબંધમ પોર્ટલ, એન.સી.એસ પોર્ટલ, રોજગાર સેતુ વિશે માહિતી આપી. સેમીનારમાં ૨૬૦ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. ત્યારબાદ અભાર વિધિ પ્રો. રાહુલભાઈ એ કરી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230726-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *