Gujarat

વિવિધ મહિલાલક્ષી યોજનાઓ થકી મહિલા સશક્તિકરણને બળ મળી રહ્યું છે – નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા

“નારી વંદન ઉત્સવ” ૨૩

અમરેલી ખાતે ‘મહિલા સ્વાવલંબન દિવસ’ ઉજવણી સંપન્નઃ
‘મહિલા સ્વાવલંબન યોજના’ના લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું
જિલ્લા મહિલા બાળ કચેરી અને જિલ્લા રોજગાર કચેરી
દ્વારા મહિલાઓ માટે રોજગાર મેળો યોજાયો
શ્રમજીવી મહિલાઓના અધિકારો તેમજ સરકારની કલ્યાણકારી
યોજનાઓની જાણકારી માટે જાગૃત્તિ સેમિનાર યોજાયો
અમરેલી, તા.૦૩ ઓગસ્ટ, ૨૦૨૩ (ગુરુવાર) ગુજરાત રાજય સરકાર દ્વારા તા.૧ ઓગષ્ટ થી તા.૭ ઓગષ્ટ, ૨૦૨૩ સુધી સમગ્ર રાજ્યમાં “નારી વંદન ઉત્સવ” ઉજવણી કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલા સ્વાવલંબન દિવસ કાર્યક્રમ અમરેલી ખાતે યોજાયો હતો. આ દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી, વડિયા અને કુંકાવાવ વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને અમરેલી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં, મહિલાઓ માટે સ્વરોજગાર મેળો, સાહસિક મહિલાઓનું સન્માન તેમજ શ્રમજીવી મહિલાઓના અધિકારો અને સરકારની મહિલાલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપતા જાગૃત્તિ સેમિનાર સંપન્ન થયો હતો.
        મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમને સંબોધતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રીએ જણાવ્યુ કે, મહિલા કલ્યાણકારી વિવિધ સરકારી યોજનાઓ થકી મહિલા સશક્તિકરણને બળ મળી રહ્યું છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજય સરકારની વિવિધ સહાય યોજનાઓ, મહિલાઓને સ્વરોજગારી આપીને તેમને આર્થિક રીતે પગભર બનાવવામાં મદદરુપ બની રહી છે. કૌશલ્ય અને નેતૃત્વ થકી મહિલાઓએ અનેકવિધ ક્ષેત્રમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. ‘મહિલા સ્વાવલંબન યોજના’ના લાભાર્થીઓનું, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વેકરીયાએ સન્માન કર્યું હતું. જિલ્લા મહિલા બાળ કચેરી અને જિલ્લા રોજગાર કચેરી દ્વારા કાર્યક્રમમાં મહિલાઓ માટેના રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓએ ભાગ લીધો હતો. મહિલાલક્ષી જુદી-જુદી સરકારી યોજનાઓની જાણકારી પણ આ તકે મહિલાઓને પૂરી પાડવામાં આવી હતી.
         મહિલા સ્વાવલંબન દિવસ ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રીમતી રેખાબેન મોવલીયા, જિલ્લા રોજગાર અધિકારીશ્રી પ્રજાપતિ, જિલ્લા મહિલા અને બાળ કચેરીના ફિલ્ડ ઓફિસરશ્રી બલદાણીયા શ્રી કુણાલભાઇ સહિતના પદાધિકારીશ્રીઓ,અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, મહિલાઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230803-WA0077.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *