Gujarat

ગોધરા નજીક માલગાડીનું એન્જિન પાટાની નીચે ઉતરી ગયું

પંચમહાલ
ગોધરા તાલુકાના ટૂવા ગામ નજીક આજે મોટો રેલવે અકસ્માત થતા રહી ગયો હતો. લોકોમોટિવ ડીરેલ થવાની ઘટના સામે આવી છે, જ્યાં એક ગુડ્‌સ ટ્રેનનું એન્જિન પાટા પરથી નીચે ઉતરી ગયું હતું. જાે કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, આજ રોજ ગોધરા તાલુકાના ટુવા નજીક ગુડ્‌સ ટ્રેનનું લોકોમોટીવ ડીરેલ થવાની ઘટના સામે આવી છે. આણંદથી ગોધરા તરફ આવી રહેલ ગુડ્‌ઝ ટ્રેન ટુવા સ્ટેશન ખાતે લૂપ લાઈન પર ઊભી હતી, જે દરમ્યાન એકાએક ટ્રેન ચાલુ થઈ ગઈ હતી અને લૂપ લાઇનના ડેડ એન્ડ પર પહોંચી ગઈ હતી. વહેલી પરોઢના સાડા ચાર વાગ્યે બનેલી આ ઘટનામાં જાે કે કોઈ જાનહાનિ થઈ ન હતી.આ વિશે લોકોમોટીવ ડીરેલ થવાની ઘટનાની જાણ થતાં રેલવે વિભાગની રેસ્કયુ વાન સહિતની પશ્ચિમ રેલવે વિભાગની રાહત ટીમ આવી પહોંચી હતી. લૂપ લાઈન પર માટીમાં ખૂંપી ગયેલા એન્જિનની આસપાસથી માટી દૂર કર્યા બાદ અન્ય લોકોમોટીવ એન્જિન દ્વારા ડીરેલ થયેલા એન્જિનને ખેંચવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ગંભીર ઘટનાની જાણ થતાં રેલવે વિભાગની ટેક્નિકલ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ આ ઘટના કયા કારણોસર બની તે અંગે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જાે કે સમગ્ર ઘટના દરમિયાન કોઈ જાનહાનિ ન થતાં રેલવે વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *