માન્ચેસ્ટર
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓલ્ડ ટ્રેફોર્ડમાં ચોથી એશિઝ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા પર પરાજયનું સંકટ તોળાઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયા ત્રીજા દિવસે સ્ટમ્પ્સ સુધીમાં બીજા દાવમાં ૪૧ ઓવરમાં ચાર વિકેટે ૧૧૩ રન કર્યા હતા અને હજુ પણ ઈંગ્લેન્ડ કરતા ૧૬૨ રન પાછળ છે. લાબુશેન (૪૪) અને માર્શ (૧) રમતમાં છે. ઈંગ્લેન્ડના બોલર માર્ક વુડે ટીમને ઝડપી સફળતા અપાવી હતી. તેણે ઉસ્માન ખ્વાજા (૧૮), સ્મિથ (૧૭) અને હેડ (૧)ને આઉટ કર્યા હતા. આ ઉપરાંત ક્રિસ વોક્સે ડેવિડ વોર્નર (૨૮)ને બોલ્ડ કર્યો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયા પર સંકટના વાદળો ઘેરાયા છે. અગાઉ ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં ઝેક ક્રોલીના ૧૮૯ રન તેમજ મોઈન અલી, જાે રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ અને જાેની બેરસ્ટની ફિફ્ટીની મદદથી ૫૯૨ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જેમ્સ એન્ડરસન સામેના છેડે પાંચ રન પર એલબીડબલ્યુ આઉટ થઈ જતા જાેની બેરસ્ટો દુર્ભાગ્ય રીતે ૯૯ રને અણનમ રહ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં ૩૧૭ રનના જવાબમાં ઈંગ્લેન્ડે બીજા દિવસના અંતે ચાર વિકેટે ૩૮૪ રન નોંધાવ્યા હતા. સ્ટોક્સ અને બ્રુકે ત્રીજા દિવસની રમત અહીંથી આગળ ધપાવી હતી. બંને બેટ્સમેને ફિફ્ટી ફટકારીને ઈંગ્લેન્ડને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. લંચ સુધીમાં ઈંગ્લેન્ડે આઠ વિકેટે ૫૦૬ રન કર્યા હતા અને ત્યારબાદ વરસાદનું વિઘ્ન નડ્યું હતું. બેરસ્ટો અને એન્ડરસન વચ્ચે ૧૦મી વિકેટ માટે ૬૬ રનની ભાગીદારી થઈ હતી. લંચ બાદ ૧૧ ઓવરમાં જ ઈંગ્લેન્ડ ૫૯૨ રને ઓલ આઉટ થઈ જતા તેને ૨૭૫ રનની સરસાઈ મળી હતી. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જાેશ હેઝલવુડે વાપસી કરતા પાંચ વિકેટ ઝડપી હતી. મિચેલ સ્ટાર્ક અને કેમરૂન ગ્રીન બે-બે તથા પેટ કમિન્સે એક વિકેટ મેળવી હતી. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે માન્ચેસ્ટર ખાતે રમાઈ રહેલી ચોથી એશિઝ ક્રિકેટ ટેસ્ટમાં શુક્રવારે ઇંગ્લેન્ડનો બેટ્સમેન જ્હોની બેરસ્ટો ૯૯ રનના સ્કોરે અણનમ રહ્યો હતો. અંતિમ બેટ્સમેન જેમ્સ એન્ડરસન આઉટ થઈ જતાં બેરસ્ટો એક રનથી સદીથી વંચિત રહ્યો હતો. આ સાથે બેરસ્ટો ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો એવો સાતમો બેટસમેન બન્યો હતો જે ૯૯ રનના સ્કોરે અણનમ રહ્યો હોય. યાદી આ મુજબ છે.


