Gujarat

તાલીમ નો સંપૂર્ણ ખર્ચ રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમના આઈ.ડી.પી., આઈ. સી.એ.આર., ન્યુ દિલ્લી અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ભોગવશે  

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી  મહાવિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમના આઈ.ડી.પી., આઈ. સી.એ.આર. અંતર્ગત કુલ ૧૦ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય તાલીમ અર્થે વેસ્ટર્ન સિડની યુનિવર્સીટી, ઓસ્ટ્રેલીયા ખાતે તા. ૨૮ જુલાઈ ૨૦૨૩ થી ૨૪ સપ્ટેમ્બર  ૨૦૨૩ એમ બે મહિના માટે મોકલવામાં આવનાર છે. આંતરરાષ્ટ્રીય તાલીમ નો સંપૂર્ણ ખર્ચ રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમના આઈ.ડી.પી., આઈ. સી.એ.આર., ન્યુ દિલ્લી અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા થનાર છે. આંતરરાષ્ટ્રીય તાલીમમાં જનાર વિદ્યાર્થીઓ માટે પ્રિ-ડિપાર્ચર અને સેન્ડ ઓફ સેરેમની કોન્ફરન્સ હોલ, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે યોજાઈ હતી.

આ પ્રિ-ડિપાર્ચર અને સેન્ડ ઓફ સેરેમનીનું આયોજન જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડો. વી.પી.ચોવટિયાની પ્રેરણા, ડો. આર. બી.માદરીયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના સંશોધન નિયામકશ્રી તેમજ આઈ.ડી.પી. યોજનાના પી.આઈના માર્ગદર્શન હેઠળ તેમજ કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન અને કો-પી.આઈ. આઈ.ડી.પી., ડો. એન. કે. ગોંટીયાના પ્રોત્સાહન હેઠળ થયેલ હતું.

આ કાર્યક્રમમાં જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલસચિવશ્રી અને કો-પી.આઈ. આઈ. ડી. પી.    ડો. પી. એમ. ચૌહાણ અને કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન અને કો-પી.આઈ. આઈ. ડી. પી., ડો. એન. કે. ગોંટીયા એ પ્રાસંગિક સંબોધનમાં સર્વે વિદ્યાર્થીઓને  આંતરરાષ્ટ્રીય તાલીમ માટે જરૂરી શિસ્ત તમેજ વિદેશમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું સાથે સાથે વિદ્યાર્થીઓને વેસ્ટર્ન સિડની યુનિવર્સીટી, ઓસ્ટ્રેલીયાના નીતિ નિયમોને પાળવા અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.

 આ કાર્યક્રમ માં ડો. આર.બી.માદરીયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના સંશોધન નિયામકશ્રી તેમજ આઈ. ડી. પી. યોજનાના પી.આઈ. એ પ્રાસંગિક ઉદબોધનમાં જુનાગઢ કૃષિ યુનિવર્સીટી માં ચાલી રહેલ રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમના આઈ. ડી. પી. અંતર્ગત થયેલ વિવિધ પ્રવુતીઓનું વિગતવાર માહિતી આપી હતી.  તેમણે વિદ્યાર્થીઓને વેસ્ટર્ન સિડની યુનિવર્સીટી, ઓસ્ટ્રેલીયા ખાતે આંતરરાષ્ટ્રીય તાલીમ મેળવી અને ખેડૂતો માટે ઉપયોગી આધુનિક તકનીકોને વિકસીત કરવાના ભગીરથ પ્રયત્નમાં જોડાવવા વિદ્યાર્થીઓને આહવાહન કર્યુ હતુ.

આ કાર્યક્રમ માં જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના કુલપતિશ્રી ડો. વી.પી.ચોવટિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે જુનાગઢ કૃષિ યુનિવર્સીટી રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચશિક્ષણ કાર્યક્રમના આઈ. ડી. પી., આઈ. સી. એ. આર. અંતર્ગત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અત્યાર સુધીમાં ૫૭ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય તાલીમ માટે અમેરિકા, તાઇવાન, દુબઈ, ઈઝરાઈલ, થાઈલેન્ડ વિગેરે દેશોમાં વિશ્વ ની જુદી જુદી ખ્યાતનામ સંસ્થાઓમાં મોકલેલ અને આ વખતે એક સાથે ૧૦ વિદ્યાર્થીઓને  વેસ્ટર્ન સિડની યુનિવર્સીટી, ઓસ્ટ્રેલીયા મોકલી રહેલ છે.

આ કાર્યક્રમમાં ખાસ આમંત્રિત તરીકે કુલસચિવશ્રી અને કો-પી.આઈ. આઈ.ડી.પી., ડો. પી. એમ. ચૌહાણ તેમજ સહ સંશોધન નિયામકશ્રી ડો. પી. મોહનોત, ડો. એચ. ડી. રાંક, પ્રાદ્યાપક અને વડા, જમીન અને જળ ઇજનેરી વિભાગ, ડો. એમ. એન. ડાભી, પ્રાદ્યાપક અને વડા, પ્રોસેસીંગ અને ફૂડ ઇજનેરી વિભાગ, ડો. વી. કે. તિવારી, પ્રાદ્યાપક અને વડા, ફાર્મ મશીનરી અને પાવર ઇજનેરી વિભાગ, ડો. કે. સી. પટેલ. ડાયરેક્ટર આઈ. ટી., પ્રો. જી. ડી. ગોહિલ, કન્વીનર આઈ. ડી. પી. સેલ, કૃ.ઈ.ટે.કો., જુ.કૃ.યુ. , આર એ. સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *