Gujarat

રાજકોટ શહેરમાં આજથી ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ

રાજકોટ
રાજકોટ શહેરમાં આજથી ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધનો અમલ શરૂ થયો છે. માધાપર ચોકડીથી પુનિતનગર પાણીના ટાંકા સુધી ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ અંગે શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યાને લઇ રાજકોટ પોલીસ કમિશનરે શહેરમાં ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડ્યું હતું. પોલીસ કમિશનરના જાહેરનામા બાદ મુસાફરો અને ટ્રાવેલ સંચાલકો મુંઝવણમાં મુકાયા છે. તો બીજી તરફ ખાનગી બસ એસોસિએશન જાહેરનામાના વિરોધમાં બેઠક કરશે. ટ્રાવેલ્સ સંચાલકોનું કહેવું છે કે શહેર બહાર બસ ઉભી રહેતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. એટલું જ નહીં મુસાફરોને અન્ય શહેરમાં જવા રીક્ષા સહિતના વધારાના ભાડાનો ખર્ચ કરવો પડશે. તો બીજી તરફ પોલીસ કમિશનરના જાહેરનામાને લઇ ટ્રાવેલ્સ સંચાલકોમાં રોષ ફેલાયો છે. શહેરમાં ફરી બસોને પ્રવેશ આપવાની માંગ સાથે ટ્રાવેલ્સ સંચાલકોએ સાંસદ મોહન કુંડારીયાને મળી રજૂઆત કરી છે. જાહેરનામાથી ટ્રાવેલ્સના સંચાલકો અને મુસાફરોને મુશ્કેલી પડતી હોવાની મોહન કુંડારીયાને રજૂઆત કરી હતી.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *