પોલીસ તાલીમ મહાવિદ્યાલય, બીલખા રોડ, જૂનાગઢ ખાતે તા.૧૫/૦૮/૨૦૨૩ સુધી ૬-૦૦ થી ૧૯-૦૦ દરમિયાન ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોય, આ પ્રેક્ટીસ દરમિયાન ફાયરીંગના સ્થળની આજુબાજુના વિસ્તારમાં લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ફાયરીંગ પ્રેક્ટીસ દરમિયાન તે વિસ્તારમાં લોકો તથા વાહનોની અવર-જવર ભયજનક જણાતી હોય, જાહેર સલામતીના હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.જી.પટેલને જૂનાગઢ સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની આંક-૨૨ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મળેલ સત્તાની રૂએ પોલીસ તાલીમ મહાવિદ્યાલય, જૂનાગઢ ખાતે તેની આજુબાજુના ૧ કિ.મી. વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશ બંધી ફરમાવી છે.
આ જાહેરનામું તાત્કાલીક અસરથી ૧૫/૦૮/૨૦૨૩ સુધી સવારના ૬-૦૦ કલાકથી ૧૯-૦૦ કલાક સુધી (દૈનિક ધોરણે) અમલમાં રહેશે.
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમ- આંક-૨૨ની કલમ-૧૩માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.
