Gujarat

રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી નાં આસપાસનાં એક કીલોમીટરનાં વિસ્‍તારમાં પ્રવેશબંધી

રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી (સોરઠ) ખાતે આવેલ કેમ્પસ વિસ્તાર ખાતે તા.૨૨/૭/૨૦૨૩ સુધી ફાયરીંગ પ્રેકટીસ  યોજાનાર હોય આ સમયગાળા દરમિયાન  લોકોની સુરક્ષા સલામતી માટે  જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી  (મિનિચર રેન્જ ફાયરીંગ બટ ) ખાતે આવેલ વિસ્તારમાં  તા.૨૨/૭/૨૦૨૩ સુધી સવારના ૬ -૦૦ થી ૧૯-૦૦ દરમિયાન  ફાયરીંગ પ્રેકટીસ યોજાનાર  છે. આ પ્રેકટીસ દરમિયાન તે વિસ્તારમાં લોકો તથા  વાહનોની  અવરજવર ભયજનક જણાતી હોઈ  લોકોની સુરક્ષા સલામતી માટે અધિક જીલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી પી.જી.પટેલ એ તેમને મળેલ સત્તાની રુઇએ તાત્કાલીક અસર થી  તા.૨૩૨/૭/૨૦૨૩ સુધી રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી  (મિનિચર રેન્જ ફાયરીંગ બટ ) ખાતે આસપાસનાં એક કીલોમિટરની રેંન્‍જમાં રાહદારીઓને તેમજ વાહનોને સવારે ૬-૦૦ થી સાંજનાં ૧૯-૦૦ કલાક સુધી પ્રવેશબંધી ફરમાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *