રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી (સોરઠ) ખાતે આવેલ કેમ્પસ વિસ્તાર ખાતે તા.૨૨/૭/૨૦૨૩ સુધી ફાયરીંગ પ્રેકટીસ યોજાનાર હોય આ સમયગાળા દરમિયાન લોકોની સુરક્ષા સલામતી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી (મિનિચર રેન્જ ફાયરીંગ બટ ) ખાતે આવેલ વિસ્તારમાં તા.૨૨/૭/૨૦૨૩ સુધી સવારના ૬ -૦૦ થી ૧૯-૦૦ દરમિયાન ફાયરીંગ પ્રેકટીસ યોજાનાર છે. આ પ્રેકટીસ દરમિયાન તે વિસ્તારમાં લોકો તથા વાહનોની અવરજવર ભયજનક જણાતી હોઈ લોકોની સુરક્ષા સલામતી માટે અધિક જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી પી.જી.પટેલ એ તેમને મળેલ સત્તાની રુઇએ તાત્કાલીક અસર થી તા.૨૩૨/૭/૨૦૨૩ સુધી રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી (મિનિચર રેન્જ ફાયરીંગ બટ ) ખાતે આસપાસનાં એક કીલોમિટરની રેંન્જમાં રાહદારીઓને તેમજ વાહનોને સવારે ૬-૦૦ થી સાંજનાં ૧૯-૦૦ કલાક સુધી પ્રવેશબંધી ફરમાવેલ છે.
