*70 ગામોમાં વીપુરવઠો જળવાય એ માટે સતત ટીમ દ્વારા ખડે પગે કામગીરી કરવામાં આવી રહી છે.*
બિપરજોય વાવાઝોડા અને ભારે વરસાદ ના કારણે સમગ્ર ગુજરાતમાં સરકાર એકશન મોડ મા છે. તયારે તંત્ર દ્વારા તૈયારીઓને લઈને એલર્ટ મોડ માં છે. સરકાર દ્વારા તમામ સરકારી અને પ્રાઇવેટ સંસ્થાનોને જરૂરતમંદ લોકો સુધી સુવિધા પહુચે અને વાવાઝોડા મા સાચવેથી ના પગલાં લેવા માટે લોગો થી તકેદારી રાખવા ની અપીલ કરાઈ રહી છે.નીચાણ વાળા વિસ્તારો સહિત દરિયા કિનારે અને નદીના કાંઠે વસવાટ કરતા લોકોને સ્થાનાંતરિત પણ કરવામાં આવ્યા છે. તો લોકોને ફૂડ પેકેટ સહિત રહેવા માટે અને જમવા માટેની સુવિધા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે.
દાંતા તાલુકામાં પણ તંત્ર દ્વારા વાવાઝોડામાં સાચવેતી રાખવા લોકોને અપીલ સાથે તમામ તૈયારીઓ કરવામા આવી છે. તેજ પવન સાથે વરસાદ ના લીધે તંત્ર દ્વારા લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને કોઈ હોનારત ન સર્જાય તે માટે તંત્ર સતત કાર્યરત છે. દાંતા તાલુકા માં વીજ પુરવઠો આ વાવાઝોડા અને વરસાદમાં ન ખોરવાય તે માટે વીજ પુરવઠાની ટીમો સતત પોતાની કામગીરી કરી રહી છે. ગત રાત્રિ બિપરજોય વાવાઝોડાં દરમિયાન UGVCL અંબાજી પેટા વિભાગ કચેરી ના નાયબ ઇજનેર અને ટીમ દ્વારા સતત તમામ ગામોમાં વીજ પુરવઠો યથાવત રાખવા ની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે અને 70 ગામોમાં વીપુરવઠો જળવાય એ માટે સતત ટીમ દ્વારા ખડે પગે કામગીરી કરવામાં આવી રહી છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*