Gujarat

ધોરાજીમાં મહેન્દ્ર પાડલીયા વિરૂદ્ધ લાગેલ પોસ્ટર બાબતે ખુદ ધારાસભ્યનો ખુલાસો 

પત્રકારોને બોલાવી પોલીસ પૂછપરછ કરે એ વાત અયોગ્ય છે પત્રકારો ને સમાચાર પ્રસિદ્ધ કરવાનો અધિકાર
મહેન્દ્ર પાડલીયા
  ધોરાજી માં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા વિરૂદ્ધ થોડા દિવસ અગાઉ  ઠેર ઠેર પોસ્ટર લગાડવામાં આવ્યા હતા અને આ પોસ્ટર લગતા ધોરાજી નું રાજ કારણ ગરમાયું હતું
ધોરાજી, હરેશ ભાલીયા
ધોરાજીમાં ધારાસભ્ય વિરૂદ્ધ પોસ્ટર લગતા ધોરાજીની આઇબી પોલીસ સ્થાનિક પોલીસ અને એલ આઇબી સહિત પોલીસ સ્ટાફ દોડતો થયો હતો
અને પોલીસ દ્વારા મીડિયા કર્મી અને પત્રકારો ને પોલીસ સ્ટેશન બોલાવી અને કલાકો સુધી પૂછ પરછ માટે બેસાડી રાખવામાં આવ્યા હતા અને ગુનો દાખલ કરવા માટે થઈ અને દબાણ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ધારાસભ્યના કહેવા અનુસાર અને રાજકીય પ્રેસર થી મીડિયાના મિત્રો અને પત્રકાર મિત્રોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
 આ બાબતે ધોરાજીના મીડિયાના કર્મીઓ અને પત્રકારો દ્વારા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાને આ અંગે ટેલીફોનિક વાતચીત કરી અને પૂછતા એમને જણાવ્યું હતું કે પોસ્ટર બાબતે સ્થાનિક પોલીસને મેં કોઈ પણ જાતનું રાજકીય પ્રેશર આપ્યું નથી પત્રકારોએ અને મીડિયા કર્મીઓએ પોતાની પ્રાથમિક ફરજ નિભાવવા માટે થઈ અને ન્યુઝ  પ્રસારિત કર્યા છે અને મીડિયા કર્મી અને પત્રકારોને સમાચાર પ્રસિદ્ધ કરવા એ એમનો ધર્મ છે અને ધોરાજીના પત્રકારો વિરુદ્ધ મેં પોલીસને કોઈ પણ જાતનો દબાણ કર્યું નથી જે બાબત નોંધનીય છે ત્યારે ધારાસભ્ય એ એવું પણ જણાવ્યું હતું કે કોઈપણ પોલીસ કર્મચારી કે અધિકારી મારા નામથી પત્રકારોને કે મીડિયાના મિત્રોને હેરાન કરે તે ચલાવી લેવાશે નહીં
અલગ બોક્ષ બનાવું
મીડિયાએ એમની ફરજ નિભાવી: મહેન્દ્ર પાડલીયા
 ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા જણાવ્યું હતું કે પોસ્ટર બાબતના જે સમાચાર પ્રસારિત થયા તે મીડિયાની પ્રથમ ફરજ હતી અને લોકો સુધી સમાચાર પહોંચાડવા તે મીડિયાની ફરજનો એક ભાગ હોય છે તેમાં કોઈપણ જાતની રૂકાવટ કરી શકાય નહીં અને પોલીસને મેં માત્ર અને માત્ર પોસ્ટર કોણે લગાવ્યા તે વ્યક્તિનું નામ જાણવા માટે થઈને મેં સુચના આપી હતી કોઈ પત્રકારોને કે મીડિયા કરવી ને બોલાવી અને પૂછપરછ માટે કોઈપણ જાતની સૂચના આપવામાં આવેલ નથી
ધોરાજીના પીઆઈ અનિરૂદ્ધ સિહ ગોહિલનું મીડિયા સાથે સહકારાત્મક વલણ
  ધોરાજી પોલીસ માં ડી સ્ટાફ માં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ એ કલાકો સુધી પત્રકારો ને અને મિડિયા કર્મીઓ ને ધારાસભ્ય વિરૂદ્ધ લાગેલ પોસ્ટર બાબતે પૂછ પરછ કરવા માટે કલાકો સુધી બેસાડી રાખ્યા હતા અને આ પોલીસ કોન્સ્ટેબલ એ રાજકીય દબાણ હોવાની વાત કરી અને પત્રકારો ને અને મીડિયા ના મિત્રો ને કલાકો સુધી બેસાડી રાખ્યા હતા પત્રકરો અને મીડિયા કર્મીઓ વિરુદ્ધ કોઈપણ જાતના આધાર પુરાવા ન હોવા છતાં પણ આ પોલીસ કોન્સ્ટેબલ તેમની માનસિકતા છતી  કરી હતી અને સીસીટીવી કેમેરા તપાસ કરવાની બદલે પત્રકારો અને મીડિયાને દબાણ કર્યું હતું
અલગ બોક્ષ બનાવું
ડી સ્ટાફ ના કોન્સ્ટેબલ વિરૂદ્ધ
મીડિયા કર્મીઓ દ્વારા રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલ સિહ રાઠોડને કરાશે રજૂઆત
  પોસ્ટર બાબતે ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર ડી સ્ટાફના કોન્સ્ટેબલ ક્રિપાલ સિહ જાડેજા  અને સાથે રહેલા એક પોલીસ કર્મી કે જેમના દ્વારા કલાકો સુધી પત્રકારોને પૂછપરછ માટે બેસાડી રાખવામાં આવ્યા હતા.જેથી મીડિયા કર્મીઓએ  મીડિયાની હેડ ઓફિસે જાણ કરતા તાત્કાલિક ધોરણે રાજકોટ જિલ્લાના પોલીસ વડા જયપાલસિંહ રાઠોડને આ બંને પોલીસ કર્મચારીઓ અંગે રાવ કરાઇ હતી.ધોરાજીના મીડિયાકર્મીઓ આ ગેર વર્તન કરનારા બંને પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવા એસપીને રજૂઆત કરવામાં આવનારી છે.
  અલગ બોક્ષ બનાવું
  ધોરાજી ડી સ્ટાફની ટીમ જાહેર માં વેચાઈ રહેલ દારૂ બંધ કરાવે
  ધોરાજી માં અનેક વિસ્તાર માં જાહેર માં દેશી દારૂ નું વેચાણ થઈ રહ્યું છે અનેક વિસ્તારો એવા છે કે કિયા દિવસ ભર લોકો ની અને મહિલાઓ ની અવર જવર રહેતી હોય છે એવા સ્થળો પર પણ પાણી ના પાઉચ ની જેમ દેશી દારૂ નું જાહેર માં વેચાણ થાઈ છે ત્યારે આવા દેશી દારૂ વેચનારા બૂટલેગરો ને પણ સીસીટીવી ના માધ્યમ થી પકડી પાડવા જોઈ અને દારૂ વેચનાર પર કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવી જોઈ એવી પણ લોક માંગ ઉઠવા પામી છે સતત પેટ્રોલિંગ માં રહેતા ડી સ્ટાફ ના પોલીસ જવાનો એ આવા બૂટલેગરો પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *