ગુજરાતની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી એવી જીટીયુ દ્વારા વર્ષ 2017 થી 2022 સુધીમાં વિવિધ 92 જેટલી સરકારી ભરતી ની પરીક્ષાઓ યોજવામાં આવેલ છે જેની કુલ આવક અંદાજિત 28 કરોડ ૬૪ લાખ વધુ થયેલ છે. જીટીયુ માં પરીક્ષા નિયામક શ્રી વિરલ બોરીસાગર છેલ્લા છ વર્ષમાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો ને લઈને વિવાદો માં રહેલા છે. તેમના દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં સરકારી પરીક્ષા જીટીયુ દ્વારા લેવામા આવેલ છે. તેમાં લગભગ અંદાજિત ૫૨ લાખ રૂપિયાનો આસપાસ રૂપિયા મેળવેલ છે તેઓ આક્ષેપ યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પરિપત્ર મા દર્શાવ્યા અનુસાર કોઈપણ સરકારી કર્મચારી ઇન્ટર્નલ રેવન્યુ જનરેશન થકી મેળવેલ કંસ્લટ્ન્સિ કે અન્ય કોઈપણ પ્રકાર ની રકમ તેની કુલ વાર્ષિક બેજિક આવક ના ૨૦ ટકાથી વધુ લઇ શકે નહીં. વિરલ બોરીસાગર વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ માં સહાયક પ્રોફેસર તરીકે નિમણૂક મેળવેલ છે. આમ જોવા જોઈએ તો વિરલ બોરીસાગર સરકારી કર્મચારી છે. તો તેમની મહત્વ વાર્ષિક બેજિક આવક 12 લાખ રૂપિયા હોય તો પણ પ્રતિવર્ષ 240000 રૂપિયા લેખે પાંચ વર્ષમાં બાર લાખ રૂપિયા કંસ્લટ્ન્સિ આવક ટેક્સ ભરિ ને પણ ન લઈ શકે. યુવા નેતા યુવરાજસિંહ દ્વારા મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી તથા જીટીયુના વાઇસ ચાંન્સલર ને પત્ર લખી જણાવ્યું છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી પૈસાની રિકવરી કરવામાં આવે અને પરીક્ષાર્થીઓને કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે . યુવરાજસિંહ જાડેજા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે જીટીયુ માં 35 જેટલા સહાયક પ્રોફેસર છે તથા ફાર્મસી વિભાગ માં એક પ્રોફેસર છે જે ગુજરાત ની મોટી યુનિવર્સીટી એવી ગુજરાત યુનિવર્સીટી માં પરીક્ષા નિયામક તરીકે બહોળો અનુભવ ધરાવે છે તો શા માટે જીટીયુ દ્વારા 6 વર્ષ થી પણ વધારે સમય સુધી ઇન્ચાર્જ પરીક્ષા નિયામક એ પણ સરકારી કોલેજ માંથી બોલાવવામાં આવે છે.


