Gujarat

બનાસકાંઠામાં પાકના નુકસાનીના સરવેને ખેડૂતોએ મજાક ગણાવી, ખોટો રિપોર્ટ તૈયાર કર્યાનો ખેડૂતોનો આક્ષેપ

બનાસકાંઠા
બિપોરજાેય વાવાઝોડાએ બનાસકાંઠામાં સર્વત્ર વિનાશ વેર્યો હતો. જેના પગલે મોટા પ્રમાણમાં પાકને નુકસાન થયું હતું. જાેકે સહાય માટે સરકારના આદેશ બાદ ખેતીવાડી વિભાગે સર્વે શરૂ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ૧૨૩૭ ગામોમાં ૧૦ જેટલા ધાન્ય પાકો અને બાગાયતી પાકોનું ૧૪૧ ટીમોએ ૧૨ દિવસમાં સર્વે કર્યું. જેને લઈને ખેડૂતો નારાજ જાેવા મળ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, ખેતીવાડી વિભાગ પાસે ગ્રામ સેવકોનું મહેકમ ઓછું છે. જેથી તલાટી અને બે માણસોએ માત્ર ટેબલ પર રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં અનેક ખેડૂતો બાકી રહી ગયા છે. જ્યારે ખેતીવાડીની ૧૪૧ ટીમોએ ૧૯ હજારથી વધુ ખેતરોમાં ૨૦થી વધુ પાકોનું સર્વે કર્યો હોવાનું ખેતીવાડી વિભાગે દાવો કર્યો છે. ખેડૂતોનું માનવું છે કે ૨૦૭ના મહેકમ સામે માત્ર ૧૧૩ ગ્રામ સેવકો છે. તો ૧૨ દિવસમાં સર્વે કઈ રીતે થઈ શકે છે. ત્યારે ખેડૂતો આ સર્વેને ખોટો ગણાવી અને ફરીથી સર્વેની માગ કરી રહ્યા છે. તો બીજી તરફ ખેતીવાડી વિભાગનું કહેવું છે કે, જે ખેડૂતોને ૩૩ ટકાથી વધુ નુકસાન થયું છે. તેમનો જ સર્વે કરાયો છે. તેમને સહાય ચૂકવવા પાત્ર ગણવામાં આવ્યા છે. જાેકે ખેતીવાડી વિભાગે સ્વીકાર્યું છે કે માત્ર ખેતરમાં ખુલ્લામાં પડેલા પાક નુકસાનનો સર્વે થયો છે. પરંતુ જે ઉભા પાકને નુકસાન થયું હતું. તેનો સર્વે કરવામાં આવ્યો નથી. આમ ખેડૂતો વર્ષભર હેરાન થયા છે. ત્યારે ખેડૂતોએ સર્વેમાં ગોટાળા થયા હોવાનો અને ખોટો સર્વે કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે ખેડૂતોને અન્યાય થયો છે. તેમ કહી શકાય છે. કારણ કે ટેકનિકલ બાબતે પણ ૧૨ દિવસમાં ૧૨૦૦થી વધારે ગામોમાં ચોક્કસ સર્વે ન થઈ શકે. હવે જાેવું એ રહ્યું કે બોજ સરકાર પર પડશે કે ખેડૂતો માથે ભાર રહેશે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *