Gujarat

જામનગર તાલુકાના ખેડૂતોએ 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના’ અન્વયે લાભાર્થીઓને ઈ- કેવાયસી કરાવવાનું રહેશે

રાજ્યમાં ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના' અમલમાં
છે. જેમાં પ્રતિ વર્ષે ખેડૂતના કુટુંબ દીઠ ૨૦૦૦/- રૂ. ના ત્રણ હપ્તા એમ કુલ વાર્ષિક રૂ. ૬૦૦૦/- ની સહાયનો લાભ આપવામાં
આવે છે. આ યોજના અન્વયે આગામી હપ્તામાં લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી ફરજીયાતપણે કરાવવાનું રહેશે.
જામનગર તાલુકાના ખેડૂત મિત્રોએ ઉક્ત યોજના અંતર્ગત લાભાર્થીઓના ઈ-કેવાયસી કરાવવાનું રહેશે. જે માટે, ખેતીવાડી
વિભાગના ગ્રામ સેવકશ્રીઓ દ્વારા કામગીરી કરી આપવામાં આવશે. જામનગર તાલુકાના ખેડૂત મિત્રોએ જે- તે ગામના લગત
ગ્રામ સેવકશ્રીના સંપર્કમાં રહીને ઈ-કેવાયસીની કામગીરી પુર્ણ કરાવવાની રહેશે.
જે ખેડૂત મિત્રોએ તેમના આધાર કાર્ડ સાથે પોતાનો મોબાઈલ નંબર લીંક કરેલ હોય, તો તે ખેડૂત pmkisan.gov.in આ વેબ
સાઈટ પર જઈને ઉકત કામગીરી પુર્ણ કરી શકે છે. તેમ, વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી), જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું
છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *