Gujarat

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા ના ભુરીયા કુવા ગામ પાસે થી પસાર થતી નર્મદા ની માઈનોર કેનાલ માં લગભગ 50 થી 60 ફૂટ નું ગાબડું પડતાં ખેડૂતો ના ખેતરો માં પાણી ગુસી જતા બિયારણ અને ઊભો મોલ બગગડતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી

બોડેલી તાલુકા ના ભુરીયા કુવા ગામ નજીક થી જે માઇનોર કેનાલ પસાર થાય છે તેમાં ગત રાત્રિ ના સમયે જે વરસાદ થયો તેને લઈ નીચાણ વાળી કેનાલ માં પાણી ખેતરો માં ગુસ્યા અને એ પાણી નો પ્રવાહ વધતા ભુરીયા કુવા ની સીમ પાસે ની નર્મદા ની મૈનોર કેનાલ માં મસ મોટુ ગાબડું પડી ગયું . પાણીનો એટલો જબરદસ્ત પ્રવાહ વહી રહ્યો કે ખેડૂત તે પાણી ને રોકવા અસમર્થ બન્યો . રાત્રિ ના ચાર વાગ્યા ના અર્સા માં પડેલ ગાબડા ને બંધ કરવા તંત્ર તરફ થી કોઈ ફરક્યું નથી જેથી લાચાર બનેલા ખેડૂતો તેમના ખેતરો માં ગુસી રહેલા પાણી ને જોઈ નિશાસા નાખી રહ્યો છે. કેનાલ થી લગભગ ચાર કિમી સુધી પાણી નું વહન થઈ રહ્યું છે અસંખ્ય ખેડૂતો ના બિયારણ બગડી ગયા છે. ખેડૂતો નું કહેવું છે. કે આ એક વાર ગાબડું તૂટ્યું નથી છેલ્લા ચાર વર્ષ થી વરસાદ નાં સમયે આજ જગ્યા એ ગાબડું પડી જતું હોય કામ મા ભસ્ટાચાર કરવામા આવતો હોઈ આક્ષેપ ખેડૂતો લગાવી રહ્યા છે. ખેડૂતો હવે આક્રોશ માં આવી ગયા છે કે તેમને આખું વર્ષ આકાશી આફતો નો સામનો કર્યો છે. ચોમાસા માં સારી ખેતી ની જે આશ લગાવી ને બેઠા હતા તે અધિકારીઓની બેદરકારીને લઈ પાયમાલ બન્યા છે .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230713_193225.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *