Gujarat

ફિણાવ ખાતે સાલવેશન આર્મી ચર્ચમાં ફાધર ડે ની ઉજવણી કરવામાં આવી.

પિતા વગર સંસાર અધૂરો છે પિતા આપણા જીવનમાં એક વ્યક્તિ છે જે પોતાના બાળકો પર આવતી દરેક મુશ્કેલ મુસીબતને ઉપર લઈ લે છે અંદરથી નરમ પરંતુ બહારથી કઠોર દરેક પિતા પોતાના બાળકોને ખૂબ જ પ્રેમ કરતા હોય છે.
આમ તો પિતા માટે દરેક દિવસ ખાસ હોય છે પરંતુ ફાધર ડે એક ખાસ દિવસે જ્યારે બાળકો પિતા માટે કંઈક ખાસ પ્લાન કરી શકે છે 18ર્જુન એટલે કે રવિવારના દિવસે ફાધર ડે ની ઉજવણી કરવામાં આવે છે ફાધર્સ ડે દુનિયાના દરેક પિતા માટેનો ખાસ દિવસ છે આ દિવસે બાળકો પિતા પ્રત્યે પોતાનો આદર્શ દર્શાવે છે તેમજ ફાધર ડે ઇન્ટરનેશનલ લેવલે ઉજવાતો દિવસ છે આ દિવસની ઉજવણી વર્ષ 1910 માં અમેરિકામાં શરૂ કરવામાં આવી હતી હવે આ ઉત્સવ વિશ્વના દરેક ખૂણામાં ઉજવવામાં આવે છે. ત્યારે મહુધા તાલુકાના ફીણાવ ગામે સાલવેશન આર્મી ચર્ચમાં ફાધર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચર્ચના કેપ્ટન અશ્વિન સાહેબ તેમજ નડિયાદ ડિવિઝનના dso સાહેબ તેમજ  પલટણના સાર્જટ મેજર સ્ટીવન પરમાર ની હાજરીમાં ફાધર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરેક બાળકોએ પોતાના પિતાઓને ગુલાબ આપી સન્માન આપવામાં આવ્યું હતું.
મકસુદ કારીગર,કઠલાલ

IMG-20230618-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *