Maharashtra

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ઓઈલ ટેન્કરમાં ભીષણ આગ, બાળક સહિત ૪ના મોત

મુંબઈ
પૂણે-મુંબઈ એક્સપ્રેસ વે પર લોનાવાલા પાસે એક ઓઈલ ટેન્કર પલટી ગયું હતું. જેના કારણે ઘટનાસ્થળે જ ભીષણ આગ લાગી ગઈ.આ અકસ્માતમાં ૪ લોકોના મોત થયા હતા અને ૩ લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, અચાનક ટેન્કરે કાબુ ગુમાવ્યો અને પલટી મારી ગઈ, ત્યારબાદ રસ્તા પર ઓઈલ ઢોળવાને કારણે ભીષણ આગ ફાટી નીકળી. ઘટનાની જાણકારી મળતા જ રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. રાજ્યના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મરાઠીમાં ટ્‌વીટ કરીને આ ભયાનક આગ દુર્ઘટના પર ખેદ વ્યક્ત કર્યો છે. ચાર મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા તેમણે પોતાના ટિ્‌વટમાં લખ્યું કે ત્રણ ઘાયલોની સારવાર ચાલી રહી છે અને રાજ્ય પોલીસ, હાઈવે પોલીસ, આઈએનએસ શિવાજી અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે હાજર છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને એક તરફનો વાહનવ્યવહાર ચાલુ કરી દેવામાં આવ્યો છે અને બીજી તરફનો વાહનવ્યવહાર ટૂંક સમયમાં શરૂ થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે.આ મામલે અત્યાર સુધીની માહિતી અનુસાર આ અકસ્માતમાં ૪ લોકોના મોત થયા છે અને ૩ ગંભીર રીતે ઘાયલ છે. મળતી માહિતી મુજબ, આ ભયાનક અકસ્માત પુણે-મુંબઈ હાઈવે પર ખંડાલા ઘાટ સ્થિત કુને બ્રિજ પર થયો હતો. કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં ટેન્કરમાં આગ લાગી હતી.આ અકસ્માત બાદ ટેન્કરમાં ભરેલું કેમિકલ રોડ પર ફેલાઈ ગયું છે. આ દરમિયાન ટેન્કરમાં આગ લાગવાને કારણે તેમાંથી ઉંચી જ્વાળાઓ નીકળવા લાગી હતી. થોડી જ વારમાં આગ પુલની નીચે પણ ફેલાઈ ગઈ હતી. તે જ સમયે કેમિકલના કારણે એક બાઇક સવાર પણ રોડ પર પડી ગયો હતો.આ ટુ-વ્હીલર પર સવાર ૧૨ વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના માતા-પિતા ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. અકસ્માતમાં મહિલા ખરાબ રીતે દાઝી ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં ટેન્કર ચાલકનું પણ મોત થયું છે. જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાના ફોટા અને વીડિયો પણ સામે આવ્યા છે.આ અકસ્માત બાદ પુણેથી મુંબઈ તરફ જતો ટ્રાફિક પણ થંભી ગયો છે. પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. આ સાથે એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામના કારણે લોનાવલા શહેરથી ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. તે જ સમયે, અધિકારીઓના જણાવ્યા અનુસાર, બચાવ કાર્ય ઝડપથી પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *