જેતપુર તાલુકાના ખીરસરા ગામે વાડી વિસ્તારમાં તાલૂકા પોલીસે જૂગારની રેડ કરી વાડી માલિક સહિત પાચ શખ્સોને રૂ.1,50,200 રૂપિયાના મતા સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ
જેતપુર તાલૂકા પોલીસ અધિકારી પ્રોબેશન આઇપીસી ઓફીસર સંજયકુમાર કેશવાલાએ પોતાની ટીમ સાથે ખીરસરા ગામે આવેલ કીશોર ધનજીભાઈ ઘામેચા રે . જેતપુરની વાડીમા જૂગાર ની બાતમી મળતા પોલીસે રેડ કરી વાડી માલિક કીશોર ધનજીભાઈ ઘામેચા.તેમજ રસીક ધીરૂભાઈ રામોલીયા રહે.દૂઘીવદર, ગોપાલ ભકિતરામ અગ્રાવત.રહે. સરધારપુર,સૂરેશ મગનભાઈ પીઠવા રહે. જેતપુર,ગીરઘર વલ્લભભાઈ પાનસૂરીયા રહે,રાયડી તમામને રોકડા રૂપિયા 85,200 તેમજ મોબાઇલ ફોન નંગ 5, તેમજ મોટર સાયકલ 2 સહિત કૂલ રૂપિયા 1,50,200 ના મતા સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.


