છોટાઉદેપુર જિલ્લાના કવાંટ કાર્યાલય ખાતે ડો શ્યામાં પ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા અને સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની હાજરીમાં પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજાયો હતો,સાથે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો,જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા,જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ,જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકર રાઠવા,મેહુલભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ નાયકા,તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર