Gujarat

 ખાણ ખનીજ વિભાગના કમિશ્નર ડૉ ધવલ પટેલના શિક્ષણ સચિવને લખેલા પત્ર બાદ શાળાઓની મુલાકાત લીધી જેમાં નિમ્ન કક્ષાના શિક્ષણ ના ચોંકાવનારા તથ્યો સામે આવ્યા. બોડગામ પ્રાથમિક શાળામાં શું છે શિક્ષણ ની હાલત જુઓ

બોડગામ પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણ છે. 313 વિદ્યાર્થીઓ સામે 191 બાળકો હાજર મળ્યા. ધોરણ 7 અને 8 માં એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે. શિક્ષક 7 માં ધોરણમાં હોય તો 8 મું ધોરણ ખાલી અને 8 માં ધોરણમાં હોય તો સાતમા ધોરણમાં શિક્ષક વિના બાળકો અભ્યાસ કરે છે. ડૉ.ધવલ પટેલ ના અનુભવ મુજબ જ બાળકોનું જ્ઞાન જોવા મળ્યું, સાતમા અને આઠમા ધોરણમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ને મુખ્યમંત્રી કોણ છે એ ખબર નથી તો ગણિતના સામન્ય સરવાળામાં દાખલામાં પણ બાળકો અટવાય છે. બાળકોને અગ્રેજી તૂટક તૂટક પણ વાંચતા નથી આવડતું. નિમ્ન કક્ષાના શિક્ષણ પાછળ કોણ જવાબદાર તે વિશે આચાર્ય અને શિક્ષકોને પૂછતા તેઓ વિસ્તારમાં રોજગારીના અભાવે બાળકોની અનિયમિતતા, બાળકોના વાલીઓ મજૂરી અર્થે જતા હોઈ ઘરે શિક્ષણ કાર્ય માટે કોઈ ધ્યાન ના આપતા હોવાનુ જણાવ્યુ. સાથે શાળામાં શિક્ષકોની ઘટ્ટ ને પણ જવાબદાર ઠેરવ્યા.
જો કે ડૉ. ધવલ પટેલ માં પત્ર બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. અને શિક્ષકોને સજ્જ કરવાની કવાયત હાથ ધરાઈ છે. સવારથી શાળા હોવા છતાં છ એ છ શાળાઓમાં શિક્ષકોને 5 વાગ્યા સુધી હાજર રહી તૈયારી કરવાની કાર્યવાહી કરાઇ છે. તેમજ બે ટીમો બનાવી જેમાં નિષ્ણાત શિક્ષકોને રાખી બોર્ડર વિસ્તારની શાળાઓમાં મોનીટરીંગ અને શિક્ષકોને સજજ કરવાની જવાબદારી સોંપાઈ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230626_171651.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *