ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર, ડી એસ ટી, ગુજરાત સરકાર દ્વારા પ્રાયોજિત ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા આજ રોજ તા.18-07-2023 ના રોજ એસ એફ હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ 2023 અંતર્ગત જિલ્લા ના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકો માટે તાલીમ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં 93 જેટલા શિક્ષકો એ ભાગ લીધો હતો.આ કાર્યક્રમ માં જિલ્લા શિક્ષણાધિકારી છોટાઉદેપુર મુખ્ય મહેમાન તરીકે હાજર રહી જિલ્લા ના શિક્ષકમિત્રોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય વિષય “આરોગ્ય અને સુખાકારી માટે જીવ શ્રુષ્ટિ ની સમજણ” ઉપર તજજ્ઞ તરીકે ડૉ. વી એમ પટેલ, અશોકભાઈ પટેલ તેમજ સુરેશભાઈ પટેલ દ્વારા જિલ્લા ના શિક્ષકોને તાલીમ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું. જિલ્લા કો ઓર્ડીનેટર-ઇન્દ્રસિંહ રાઠોડ તથા એકેડેમિક કો ઓર્ડીનેટર -હિતેષભાઇ ચૌહાણ ની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર