એક તરફ ભાજપ તો બીજી તરફ કોંગ્રેસ-ભાજપ ભાઈ-ભાઈ જેવી સ્થિતિ
વંથલી માર્કેટિંગ યાર્ડની 16 બેઠકો માટે આજે ભાજપ અને કોંગ્રેસની પેનલના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.. 16 બેઠકો માંથી વિભાગ માટે 10 બેઠકો તેમજ વેપારી વિભાગ માટે ચાર બેઠકો અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓની બે બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. આવતીકાલે આ ઉમેદવારી પત્ર ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આગામી તારીખ 1- 7- 2023 ના રોજ વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી મતદાન ની પ્રક્રિયા હાથ ધરાશે…….. ભાજપ પ્રેરિત પેનલ માટે આજે ઉમેદવારોએ યાદી જાહેર કરીને ફોર્મ ભર્યા હતા. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ દિનેશભાઈ કટારીયા એ પોતાની પેનલ જીતશે તેઓ દાવો કર્યો હતો અને માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જીતવા માટે ભાજપના કેટલાક અસંતુષ્ટોએ કોંગ્રેસ સાથે મળીને ફોર્મ ભર્યા હતા….
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી


