Delhi

ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ હફીઝ પાકિસ્તાન પસંદગીકાર બનશે

નવીદિલ્હી
પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની અને ઓલરાઉન્ડર મોહમ્મદ હફીઝ પાકિસ્તાની સિનિયર ક્રિકેટ ટીમના આગામી મુખ્ય પસંદગીકાર બનવાની રેસમાં સૌથી આગળ છે અને તેઓ ભવિષ્યમાં પસંદગીકાર બને તેવી પૂરી શક્યતા છે. પાકિસ્તાનની ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે. આ પ્રવાસ બાદ હફીઝ પસંદગીકાર બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ મોહમ્મદ હફીઝ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ની ક્રિકેટ મેનેજમેન્ટ સમિતિ (સીએમસી)ના ચેરમેન ઝાકા અશરફનો માનીતો છે અને ઝાકા અશરફે પસંદગી સમિતિના નવા ચેરમેન તરીકે હફીઝની ભલામણ કરી છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના વડાનું સ્થાન જૂન મહિનાથી ખાલી પડ્યું છે કેમ કે એ વખતની મેનેજમેન્ટ સમિતિને બરખાસ્ત કરી દેવામાં આવી હતી. હવે આ સમિતિનું વડપણ ઝાકા અશરફને સોંપવામાં આવ્યું છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે તાજેતરમાં જ ઝાકા અશરફ મોહમ્મદ હફીઝ અને રશીદ લતીફને મળ્યા હતા અને તેમની સાથે મુખ્ય પસંદગીકારના સ્થાન માટે વાતચીત કરી હતી. રશીદ લતીફે આ માટે ખાસ ઇચ્છા દર્શાવી ન હતી પરંતુ હફીઝે પોતે ઉપલબ્ધ હોવાનું કહીને રસ દાખવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે રશીદ લતીફને પીસીબીના એન્ટિ કરપ્શન એકમ તથા તેને લગતા મુદ્દાઓમાં વધારે રસ છે અને તેણે એ બાબતે આગળ ધપવામાં રસ દાખવ્યો હતો. જ્યારે મોહમ્મદ હફીઝે એવા સંકેત આપ્યા હતા કે તે મુખ્ય પસંદગીકાર તરીકેના પડકારજનક કાર્ય માટે વધુ રસ ધરાવે છે. મોહમ્મદ હફીઝ પાકિસ્તાન માટે ૫૫ ટેસ્ટ, ૨૧૮ વન-ડે અને ૧૧૯ ટી૨૦ મેચ રમ્યો છે. અગાઉ નઝમ સેઠીના વડપણ હેઠળની સીએમસીમાં સદસ્ય રહી ચૂકેલા હારુન રશીદ પસંદગી સમિતિના વડા હતા. પાકિસ્તાનની પસંદગી સમિતિમાં એ વખતે ટીમ ડાયરેક્ટર મિકી આર્થર અને ચીફ કોચ ગ્રાન્ટ બ્રેડબર્નનો સમાવેશ થતો હતો. જાેકે હવે અગાઉની સીએમસી બરખાસ્ત થઈ ગઈ છે ત્યારે હારુન રશીદે આપોઆપ જ તેમનો મુખ્ય પસંદગીકાર તરીકેનો હોદ્દો પણ ગુમાવી દીધો છે. અશરફે હજી સુધી એ ર્નિણય લીધો નથી કે આખી પસંદગી સમિતિની જ નવરચના કરવી કે માત્ર ચીફ સિલેકટર તરીકે મોહમ્મદ હફીઝની વરણી કરવી.

Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *