Gujarat

પૂર્વ IAS એસ.કે.લાંગાને કસ્ડટીમાં મોકલાયા

અમદાવાદ
જમીન કૌભાંડ મામલે ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાને કસ્ટડીમાં મોકલાયા છે. વાત જાણે એમ છે કે, અગાઉ માઉન્ટ આબુથી ધરપકડ કર્યા બાદ તેમણે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જાેકે હવે પૂર્વ ૈંછજી એસ.કે.લાંગા રિમાન્ડ પુર્ણ થતા આજે તેમને કસ્ડટીમાં મોકલાયા છે. એસ.કે.લાંગા વિજય રૂપાણી સરકારમાં ગાંધીનગરના કલેક્ટર હતાં. પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે-તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી. તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા કારસો રચ્યો હતો. પૂર્વ આયોજિત કાવતરા મુજબ જમીનના ખોટા દ્ગછના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમનો પણ ઉલાળિયો કર્યો હતો અને સરકારને આર્થિક નુકસાન પણ પહોંચાડ્યું હતું. બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા હોવાનો પણ આરોપ છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા વ્યાસા સમિતિના રિપોર્ટના આધારે જીૈં્‌એ શરૂ તપાસ શરૂ કરી હતી. બાદમાં કાર્યવાહી ટાણે તેઓ માઉન્ટ આબુમાં હોવાની માહિતી મળતાં ગાંધીનગર પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરી તેમની ધરપકડ કરી હતી.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *