માણાવદરના મધ્યમાં આવેલી નગરપાલિકા કચેરીને અન્ય સ્થળે લઈ જવાની સામે નગરજનોએ સખત વિરોધ દર્શાવ્યો છે જેના સંદર્ભમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવજીભાઈ ઝાટકીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આ નગરપાલિકા અન્ય સ્થળે ન ફેરવવા રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે ગુજરાત સરકારે માણાવદર સહિત બે નગરપાલિકાઓને નવા નગરપાલિકા સદન બનાવવા રૂપિયા 3 કરોડની ફાળવણી કરી છે અને તેમાં એવું કારણ બતાવ્યું છે કે જે નગરપાલિકા પાસે પોતાનું ભવન ન હોય અથવા ત્રીસ વર્ષથી વધારે જૂની હોય તેવી નગરપાલિકાને સરકાર નવા ભવન માટે રૂપિયા એક કરોડ આપશે.
સરકારની આવી જાહેરાત અન્વયે દેવજીભાઈ ઝાટકીયાએ જણાવ્યું છે કે માણાવદર નગરપાલિકાનું અત્યંત સુવિધા સંપન બિલ્ડીંગ સને 1901માં અહીંના નવાબ ફતેહદિન હખાન બાબીએ બંધાવ્યું છે જે આજે બધી રીતે સક્ષમ અને એવું ને એવું છે અને શહેરની મધ્ય વિશાળ ચોકમાં આવેલું હોય પાર્કિંગની પૂરી વ્યવસ્થા પણ છે.
અન્ય નગરપાલિકાની તુલનામાં આ નગરપાલિકા ઉપર વિશાળ ટાઉનહોલ છે આવો ટાઉન હોલ જુનાગઢ જિલ્લાની કોઈ નગરપાલિકામાં ન હોય તેવી ધરાવે છે. દેવજીભાઈ એ વધુમાં જણાવ્યું છે કે આવી સુવિધા સંપન્ન નગરપાલિકા અન્ય ન ખસેડાય તે માટે અગાઉ મેં મનાઈ હુકમ લીધેલ છે તેમ છતાં આજના વહીવટદારો તેમાં કમાઈ લેવા આવા ગતકડાં કરી સરકારની તિજોરીમાંથી નાણા કઢાવી રહ્યા હોય તેને અટકાવવા જરૂરી છે
તસવીર જયદીપ બરવાડીયા
અહેવાલ જીગ્નેશ પટેલ માણાવદર


