કચ્છ
અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટેના કોર્ટ રૂમમાં ૪ લોકોએ ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાની જાણ થતા જ સોલા હાઇકોર્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. આ ચારેય લોકોના આપઘાતનો પ્રયાસ કરવાનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત હાઇકોર્ટમાં આજે ચાર લોકોએ ફીનાઇલ પીને આપઘાત પ્રયાસ કર્યો છે. આનંદનગરમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપીના આગોતરા જામીન કોર્ટે મંજૂર ન કરતા ચાર લોકોએ કોર્ટ રૂમમાં ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. એક દંપતી અને બે વ્યક્તિ મળી કુલ ચાર લોકોએ ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે.ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરનાર ચારેય લોકોની સ્થિતિ ગંભીર છે. આ ચારેય લોકોને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ કરતા જ સોલા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી અને ફીનાઇલ પીનારને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.


