રાજ્ય સરકારના આદિજાતિ કચેરી સંચાલિત મદદનીશ કમિશ્નરની કચરી, આદિજાતિ વિભાગ, છોટાઉદેપુર હસ્તક ચાલતી કુંવરબાઈનું મામેરું, સાત ફેર સમૂહ લગ્ન યોજના, વ્યક્તિલક્ષી સહાય યોજના, માનવ ગરિમા યોજના આવી કૂલ ૪ યોજનાઓ ચાલુ વર્ષથી ઓનલાઈન કરવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા માંગતા અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ હવેથી આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે, સાથે જરૂરી આધાર-પુરાવા અપલોડ કરવાના રહેશે. જેનું url આ પ્રમાણે છે: https://evanbandhu.gujarat.gov.in ઉપરોક્ત યાદી આદિજાતિ વિકાસની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
