અત્યારે પુરા ભારત દેશમાં કાયૅક્રમો ચાલી રહ્યા છે ત્યારે ” હર ઘર તિરંગા” અભિયાનને સાર્થક કરવા માટે તા.૧૨/૦૮/૨૦૨૩ ને શનિવારે ડો.વેજાભાઈ મસરીભાઈ ચાંડેરા કન્વીનર જૂનાગઢ જિલ્લા ભાજપ શિક્ષક સેલ અને પ્રમુખશ્રી શ્રીમતી વી.એમ.ચાંડેરા શૈક્ષણિક સંકુલ લોએજ / દિવરાણા ( ધાર ) તા.માંગરોળ જિ.જૂનાગઢ દ્વારા લોએજ ગામની સંસ્થા ચાંડેરા શૈક્ષણિક સંકુલમાં તિરંગાનું સ્ટાફ અને વિદ્યાર્થીઓ ને નિ: શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને દરેકના ઘરે તિરંગો પરિવાર સાથે લહેરાવીને સેલ્ફી પાડીને મોકલાવવા જણાવવામાં આવ્યું હતું.
ઉપરાંત પંચપ્રણ પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.
ભારત માતા કી જય , જય જય શ્રી રામ.


